ન્યૂ આકાંક્ષા યોજના: વિદ્યાર્થીઓને મળશે ₹1.25 લાખ સુધીની સહાય

New akanksha scheme eligibility

આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ હવે થોડું વધુ સરળ બનશે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા “ન્યૂ આકાંક્ષા યોજના (એજ્યુકેશન લોન)” અમલમાં મુકાઈ છે, જેના દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગ અને અન્ય પ્રોફેશનલ કોર્સ માટે આર્થિક મદદ આપવામાં આવશે. New akanksha scheme eligibility

આ યોજના ખાસ કરીને વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેથી તેઓ પોતાના ભણતરનાં સપના પૂરાં કરી શકે.

યોજનાનો હેતુ New akanksha scheme 2026

આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પૈસાની અછતને કારણે કોઈપણ વિદ્યાર્થીનું ભણતર અધૂરું ન રહે. વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ યોજના તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ પણ આગળ વધી શકે.

પાત્રતા અને જરૂરી શરતો

યોજનાની પાત્રતા મુજબ વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે અને તેને ACPC મારફત માન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ મળેલો હોવો જોઈએ. સાથે જ પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ અને વિદ્યાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જરૂરી છે.

લોનની રકમ અને વ્યાજ દર AKANKSHA scholarship 2026

આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછી વ્યાજદરે લોન આપવામાં આવે છે. દરેક સેમેસ્ટર માટે રૂપિયા 1.25 લાખ સુધીની સહાય મળી શકે છે, જ્યારે સમગ્ર અભ્યાસક્રમ માટે મહત્તમ રૂપિયા 10 લાખ સુધીની લોન ઉપલબ્ધ છે. વ્યાજ દર પણ રાહતભર્યો રાખવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ માટે લગભગ 4 ટકા અને વિદ્યાર્થીનીઓ માટે 3.5 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે.

કયા કોર્સ માટે મળશે લાભ?

મેડિકલ, એન્જિનિયરિંગ, MBA, MCA અને નર્સિંગ જેવા મહત્વપૂર્ણ કોર્સ માટે આ લોન ઉપલબ્ધ છે, જેના કારણે વિદ્યાર્થીઓને તેમના પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવાની તક મળશે.

અરજી પ્રક્રિયા New akanksha scheme apply online

અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રાખવામાં આવી છે અને તેમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. અરજી કરતી વખતે આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, માર્કશીટ, કોલેજ ફી રસીદ અને બેંક વિગતો જેવા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment