સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટી તક સામે આવી છે. Reserve Bank of India એ Assistant પદ માટે 650 જગ્યાઓની ભરતી જાહેર કરી છે. સત્તાવાર વેબસાઇટ opportunities.rbi.org.in પર નોટિફિકેશન જાહેર થઈ ગયું છે અને 16 ફેબ્રુઆરી 2026થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
જે ઉમેદવારો આરબીઆઈમાં નોકરી મેળવવા માંગે છે, તેમના માટે આ સારો મોકો માનવામાં આવી રહ્યો છે.
RBI Assistant Vacancy 2026: રાજ્ય મુજબ ખાલી જગ્યાઓ
આ ભરતી દેશભરના વિવિધ RBI ઓફિસ માટે જાહેર કરવામાં આવી છે. મુંબઈમાં સૌથી વધુ 249 જગ્યાઓ જાહેર થઈ છે. ત્યારબાદ ચેન્નઈમાં 53, નવી દિલ્હીમાં 49 અને કાનપુર-લખનઉમાં 50 જગ્યાઓ છે. અમદાવાદમાં 20, બેંગલુરુમાં 24, ભોપાલમાં 30 અને કોલકાતામાં 29 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
કુલ મળીને 650 Assistant પદ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
લાયકાત શું હોવી જોઈએ?
Assistant પદ માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. SC, ST અને PwBD ઉમેદવારો માટે માત્ર પાસ હોવું પૂરતું રહેશે.
ઉમેદવાર જે રિક્રૂટિંગ ઓફિસ માટે અરજી કરે છે, ત્યાંની સ્થાનિક ભાષા બોલવી, લખવી અને વાંચવી આવડવી જરૂરી છે.
ઉંમર મર્યાદા 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. એટલે ઉમેદવારની જન્મ તારીખ 2 ફેબ્રુઆરી 1998 પહેલાં અને 1 ફેબ્રુઆરી 2006 પછીની ન હોવી જોઈએ.

મહત્વપૂર્ણ તારીખો અને માહિતી
- અરજી શરૂ થવાની તારીખ 16 ફેબ્રુઆરી 2026 છે અને છેલ્લી તારીખ 8 માર્ચ 2026 રાખવામાં આવી છે.
- પ્રિલિમ પરીક્ષા સંભાવિત રીતે 11 એપ્રિલ 2026ના રોજ યોજાઈ શકે છે, જ્યારે મેન્સ પરીક્ષા 7 જૂન 2026 આસપાસ યોજાય તેવી શક્યતા છે.
- પ્રારંભિક બેસિક પગાર ₹29,000 પ્રતિ મહિના રહેશે. અન્ય ભથ્થાઓ સાથે કુલ માસિક વેતન અંદાજે ₹58,514 સુધી પહોંચી શકે છે.
- પસંદગી પ્રક્રિયામાં પ્રિલિમ્સ, મેન્સ અને લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ સામેલ રહેશે.
- અરજી ફી સામાન્ય, OBC અને EWS માટે ₹450 રાખવામાં આવી છે, જ્યારે SC અને ST ઉમેદવારો માટે ₹50 ફી રહેશે.
અરજી કેવી રીતે કરવી?
અરજી કરવા માટે ઉમેદવારોએ RBIની સત્તાવાર વેબસાઇટ opportunities.rbi.org.in પર જવું પડશે. Recruitment વિભાગમાં Assistant Vacancy 2026ની લિંક મળશે.
લિંક પર ક્લિક કરતા ઉમેદવાર IBPS રજિસ્ટ્રેશન પોર્ટલ પર પહોંચશે. જો નવા યુઝર હોય તો “Click here for New Registration” વિકલ્પ પસંદ કરીને નામ, મોબાઈલ નંબર અને ઈમેલ ID દાખલ કરવી પડશે.
રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળશે. તેની મદદથી લોગિન કરીને શૈક્ષણિક લાયકાત, કેટેગરી, જન્મતારીખ અને સરનામું જેવી વિગતો ભરવી પડશે.
તાજેતરની ફોટોગ્રાફ અને સહી સ્કેન કરીને અપલોડ કરવી રહેશે. ત્યારબાદ અરજી ફી ચૂકવી ફોર્મ સબમિટ કરવું. અંતે ફોર્મનો પ્રિન્ટઆઉટ રાખવો જરૂરી છે.
RBI Assistant Vacancy 2026










