સરકારી નોકરી કરવા માગતા હોય તેમના માટે એક સારી ભરતી આવી છે જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટી ભરતી 2025 માટે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે જેમાં ફૂલ જગ્યાઓ 2389 જેવી જગ્યાઓ છે ફોર્મ ભરવાની તારીખ ૨૬/૦૫/૨૦૨૫ થી ચાલુ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ રહેશે ૧૦/૦૬/૨૦૨૫ સુધી વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના રહેશે Revenue Talati Bharti 2025 apply online
Revenue Talati Bharti 2025
પસંદગી બોર્ડ | ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB) |
નોકરીનું સ્થાન | ગુજરાત |
પોસ્ટનું નામ | મહેસૂલ તલાટી |
કુલ પોસ્ટ | ૨૩૮૯ |
ભરતી વર્ષ | ૨૦૨૫ |
શરૂઆતની તારીખ | ૨૬/૦૫/૨૦૨૫ |
છેલ્લી તારીખ | ૧૦/૦૬/૨૦૨૫ |
નોંધણી મોડ | ઓનલાઈન અરજી કરો |
GSSSB રેવન્યુ તલાટી ભરતી 2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
રેવન્યુ તલાટી ભરતી 2025 ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ ૨૬ મે, ૨૦૨૫ થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ૧૦ જૂન, ૨૦૨૫
રેવન્યુ તલાટી ભરતી 2025 માટે પોસ્ટની વિગતો
જિલ્લો | જગ્યા |
અમદાવાદ | 113 |
અમરેલી | 76 |
અરવલ્લી | 74 |
આણંદ | 77 |
કચ્છ | 109 |
ખેડા | 76 |
ગાંધીનગર | 13 |
ગીર સોમનાથ | 48 |
છોટાઉદેપુર | 135 |
જામનગર | 60 |
જુનાગઢ | 52 |
ડાંગ | 43 |
દાહોદ | 85 |
તાપી | 63 |
દેવભૂમિ દ્વારકા | 20 |
નર્મદા | 59 |
નવસારી | 52 |
પંચમહાલ | 94 |
પાટણ | 48 |
પોરબંદર | 36 |
બનાસકાંઠા | 110 |
બોટાદ | 27 |
ભરૂચ | 104 |
ભાવનગર | 84 |
મહિસાગર | 70 |
મહેસાણા | 33 |
મોરબી | 57 |
રાજકોટ | 98 |
વડોદરા | 105 |
વલસાડ | 75 |
સાબરકાંઠા | 81 |
સુરેન્દ્રનગર | 85 |
સુરત | 127 |
કુલ | 2389 |
રેવન્યુ તલાટી ભરતી 2025 પરીક્ષા પદ્ધતિ
- ભરતી પ્રક્રિયામાં બે તબક્કા રહેશે:
- પ્રાથમિક કસોટી (Prelim Exam)
- મુખ્ય પરીક્ષા (Main Exam)

રેવન્યુ તલાટી ભરતી 2025 જરૂરી દસ્તાવેજો
- ગ્રેજ્યુએશનનો સર્ટિફિકેટ
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સહી
- જાતિ પ્રમાણપત્ર (અરજી હોય તો)
- નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ (અરજી હોય તો)
ગુજરાતમાં સિવિલ ડ્રાફ્ટ્સમેનની 245 જગ્યાઓ પર ભરતી, ₹63,200 સુધીનો પગાર!
રેવન્યુ તલાટી ભરતી 2025 માં કોણ ફોર્મ ભરી શકે ?
દર વર્ષે હજારો યુવાનો તલાટી માટે તૈયારી કરે છે. પરંતુ 2025ના નવા નિયમો મુજબ, હવે માત્ર 12 પાસ નહીં, પરંતુ ઉમેદવાર પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી ફરજિયાત છે.
- આ ઉપરાંત, ઉંમર મર્યાદામાં પણ ફેરફાર કરાયો છે:
- હવે ન્યુનતમ ઉંમર 20 વર્ષ
- ઉંમર 35 વર્ષ (છૂટછાટ નિયમો મુજબ)
રેવન્યુ તલાટી સિલેબસ 2025 અહીં થી જાણો
GSSSB રેવન્યુ તલાટી ભરતી 2025 ફોર્મ કેવી રીતે ભરશો?
- ફોર્મ ભરવા ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
- “Apply Online” પર ક્લિક કરો.
- Revenue Talati માટેની જાહેરાત પસંદ કરો.
- તમારું રજીસ્ટ્રેશન કરો અથવા ઓલરેડી યુઝર હોય તો લોગિન કરો.
- વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
Revenue Talati Bharti 2025 મહત્વપૂર્ણ લિંક:
GSSSB ભરતી પોર્ટલ | gsssb . gujarat.gov.in |
નોટિફિકેશન – PDF | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) – Revenue Talati Bharti 2025
Revenue Talati 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 10 જૂન 2025 રાત્રે 11:59 વાગ્યા સુધી છે. ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે.
રેવન્યુ તલાટી ભરતીમાં કેટલી જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે?
મહેસૂલ તલાટી ભરતી 2025 હેઠળ કુલ 2389 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
Revenue Talati માટે શેની લાયકાત ફરજિયાત છે?
અગાઉ 12 પાસ લાયકાત હતી, પણ હવે ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત બનાવાયું છે.
Revenue Talati ભરતી માટે ઉંમર મર્યાદા કેટલી છે?
અરજીકર્તાની ઉંમર ન્યૂનતમ 20 વર્ષ અને મહત્તમ 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. કેટેગરી મુજબ છૂટછાટ રહેશે.
Revenue Talati માટે ફી કેટલી છે? શું રિફંડ મળશે?
ફી વિષયક વિગતો ઓફિશિયલ નોટિફિકેશન મુજબ છે. જો તમે પ્રાથમિક કસોટીમાં 40% અથવા વધુ માર્કસ મેળવો, તો ફી રિફંડ મળે છે.
રેવન્યુ તલાટી ભરતી અરજી ક્યાંથી અને કેવી રીતે કરવી?
અરજી માટે OJASની ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે.
Revenue Talati પરીક્ષા કેટલા તબક્કામાં લેવામાં આવશે?
પરીક્ષા બે તબક્કામાં યોજાશે:
પ્રાથમિક કસોટી (Prelims)
મુખ્ય પરીક્ષા (Mains)
Revenue Talati ભરતી માટે કોણ અરજી કરી શકે?
જે પણ ઉમેદવાર ગ્રેજ્યુએટ પાસ છે અને વય મર્યાદા પ્રમાણે લાયક છે, તે આ ભરતી માટે અરજી કરી શકે છે.