સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ક્લાર્કની 6,589 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. જો તમે પણ બેંકિંગ ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા માંગો છો, તો આ તમારા માટે એક સુવર્ણ તક છે! અરજી પ્રક્રિયા 6 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને તમે 26 ઓગસ્ટ 2025 સુધી તમારું ફોર્મ ભરી શકો છો. SBI Clerk Recruitment 2025 5180
લાયકાત (Eligibility Criteria)
શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ.
(ફાઈનલ યર સ્ટુડન્ટ્સ પણ અરજી કરી શકે છે જો તેઓ 31 ડિસેમ્બર 2025 પહેલા ડિગ્રી પુરવાર કરે) ઉંમર મર્યાદા: 20થી 28 વર્ષ (OBC માટે 3 વર્ષની અને SC/ST માટે 5 વર્ષની છૂટ)
અરજી ફી (Application Fee)
- સામાન્ય/OBC/EWS: ₹750
- SC/ST/PWD: ₹0 (ફીથી મુક્ત)
અરજી ફી ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા ચૂકવી શકાય છે.
રાજ્યવાર ખાલી જગ્યાઓ (State-wise Vacancies)
રાજ્ય | ખાલી જગ્યા |
---|---|
ઉત્તર પ્રદેશ | 514 |
મહારાષ્ટ્ર | 476 |
તમિલનાડુ | 380 |
આંધ્ર પ્રદેશ | 310 |
કર્નાટક | 270 |
પશ્ચિમ બંગાળ | 270 |
બિહાર | 260 |
રાજસ્થાન | 260 |
તેલંગાણા | 250 |
કેરળ | 247 |
ગુજરાત | 220 |
છત્તીસગઢ | 220 |
અરજી પ્રક્રિયા આજથી એટલે કે 6 ઓગસ્ટ 2025થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2025 છે.
તમારું ફોર્મ ભરવા માટે આજે જ SBIની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ અને અરજી કરો.