ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી ચાલુ થઇ ગઈ ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી ચાલુ થઇ ગઈ
ગુજરાત સ્ક્વેર ન્યૂઝ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 સાયન્સ વિદ્યાર્થીઓ માટેની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આ પરીક્ષા રાજકોટ શહેર અને જિલ્લાના 29 કેન્દ્રો પરથી લેવામાં આવી રહી છે, જેમાં રાજકોટ શહેરમાં 21, ધોરાજીમાં 4, ગોંડલમાં 2, અને જેતપુર તથા જસદણમાં દરેકમાં 1 કેન્દ્ર સમાવેશ થાય છે. કુલ 7,780 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે.
પરીક્ષાના માર્ક્સ રોજેરોજ બોર્ડની વેબસાઈટ પર સબમિટ કરવામાં આવશે. આ પરીક્ષાની તૈયારી માટે 200 જેટલા શિક્ષકોને ઓર્ડર આપવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, અને ટૂંક સમયમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક્શન પ્લાન રજૂ કરવામાં આવશે.
std 12 science practical exam 2025 વધુ અપડેટ્સ અને માર્ક્સ જાણવા માટે, તમે GSEB ની અધિકૃત વેબસાઈટ (gseb.org) ચેક કરી શકો છો.