ફોરેસ્ટર (વનપાલ) ભરતીના RR માં સુધારો કરવામાં આવ્યો.12 વર્ષ બાદ થશે વનપાલ ની ભરતી.

સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાક્રમ પણ બદલાયો વનપાલના RR સુધાર્યા, ગ્રેજ્યુએટની જ ભરતી, વયમર્યાદા બે વર્ષ વધી 1 ગાંધીનગર | રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે મંગળવારે એક નોટિફિકેશન મારફતે વનપાલ સંવર્ગની ભરતી માટેના રિક્રુટમેન્ટ રૂલ્સ-RRમાં સુધારો કર્યો છે. નવા ફેરફારથી હવે આ જગ્યાઓ માટે લધુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ પાસ નહી ચાલે. vanpal bharti 2024 gujarat

ગ્રેજ્યુએટ કે તેને સમકક્ષ લાયકાતની નવી જોગવાઈ કરવામાં આવશે. એટલુ જ નહિ, આ જગ્યા માટે લધુમત્તમ વયમર્યાદામાં પણ બે વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૧૨ વર્ષથી વનપાલની ભરતી જ થઈ નથી. લાંબા સમયથી તેના રિક્રુટમેન્ટ રૂલ્સમાં સુધારો કરવાની માંગણી થઈ રહી હતી. જે અનુસંધાને શૈક્ષિણક લાયકાતમાં વધારાની સાથે સાથે વયમર્યાદા ૩૩ વર્ષથી વધારીને ૩૫ વર્ષ કરવામાં આવતા આ જગ્યા માટે ભરતની રાહ જોઈ રહેલા ઉમેદવારોને વ્યાપક સ્તરે તક ઉપલબ્ધ થશે.

વન અને પર્યાવરણ વિભાગના કહેવા મુજબ આગામી સમયમાં ૧૪૦થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ શકે છે. નવા રિકુમેન્ટ રૂલ્સની સાથે સાથે વનપાલમાંથી જે કેડરમાં બઢતી મળે છે તે ફોરેસ્ટરની જગ્યાઓ ભરવા માટે પણ બઢતીનો રેશિયો સુધારવામાં આવ્યો છે. આ રેશિયો અગાઉ ૧:૨નો હતો તે સુધારીને ૧:૪નો કરાયો છે. એટલે કે એક સીધી ભરતીના વનપાલની સાથે ચાર ફોરેસ્ટરની જગ્યા બઢતીથી ભરવામાં આવશે. આથી, સરકારમાં પહેલાથી જ કાર્યરત અનુભવીને વધુ તક ઉપલબ્ધ થશે. ફોરેસ્ટરની બઢતીનો રેશિયો ૧:૨ ને બદલે ૧:૪ કરાયો

નવા રિકુમેન્ટ રૂલ્સ જાણો અહીં 

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે. ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ