વિટામિન એ એવા કાર્બનિક પદાર્થો છે જે શરીરને બહુ ઓછી માત્રામાં જરૂરી હોય છે, પરંતુ શરીરના વિકાસ, રોગપ્રતિકારક શક્તિ અને સામાન્ય કાર્ય માટે અત્યંત મહત્વના છે. શરીર મોટા ભાગના વિટામિન પોતે બનાવી શકતું નથી, એટલે ખોરાકથી મેળવવા પડે છે. Vitamin names short trick 2026
વિટામિનના પ્રકાર
વિટામિન મુખ્યત્વે બે પ્રકારના હોય છે.
1) ચરબીમાં દ્રાવ્ય વિટામિન (Fat Soluble Vitamins)
આ વિટામિન શરીરની ચરબીમાં સંગ્રહાય છે.
K ,E, D,A <કેડા >
2) પાણીમાં દ્રાવ્ય વિટામિન (Water Soluble Vitamins)
આ વિટામિન શરીરમાં સંગ્રહાતા નથી, વધારાનું ભાગ મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે.
B ,C
મહત્વના વિટામિન – કાર્ય, સ્ત્રોત અને અછત રોગ
વિટામિન A (રેટિનોલ)
- કાર્ય: આંખોની દ્રષ્ટિ, ત્વચા અને રોગપ્રતિકારક શક્તિ
- સ્ત્રોત: ગાજર, લીલા શાકભાજી, દૂધ, માછલીનું તેલ
- અછત રોગ: રાતાંધળાપણું (Night Blindness)
વિટામિન B₁ (થાયમિન)
- કાર્ય: નર્વસ સિસ્ટમ, કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ
- સ્ત્રોત: અનાજ, દાળ, બદામ
- અછત રોગ: બેરી-બેરી
વિટામિન B₂ (રિબોફ્લેવિન)
- કાર્ય: ઊર્જા ઉત્પન્ન, ત્વચા અને આંખો
- સ્ત્રોત: દૂધ, ઈંડા, લીલા શાક
- અછત: મોઢાના કોણા ફાટવા, આંખોમાં બળતરા
વિટામિન B₃ (નાયાસિન)
- કાર્ય: પાચન અને નર્વસ સિસ્ટમ
- સ્ત્રોત: માંસ, દાળ, મગફળી
- અછત રોગ: પેલેગ્રા (Dermatitis, Diarrhea, Dementia)
વિટામિન B₁₂ (સાયનોકોબાલામિન)
- કાર્ય: લોહીની લાલ કોષિકાઓનું નિર્માણ
- સ્ત્રોત: દૂધ, માંસ, ઈંડા
- અછત રોગ: એનિમિયા
વિટામિન C (એસ્કોર્બિક એસિડ)
- કાર્ય: ઘા સાજા થવા, રોગપ્રતિકારક શક્તિ
- સ્ત્રોત: આમળા, લીંબુ, સંત્રા
- અછત રોગ: સ્કર્વી
વિટામિન D (કેલ્સિફેરોલ)
- કાર્ય: હાડકાં અને દાંત મજબૂત બનાવે
- સ્ત્રોત: સૂર્યપ્રકાશ, દૂધ, માછલી
- અછત રોગ:
- બાળકોમાં: રિકેટ્સ
- મોટા લોકોમાં: ઓસ્ટિઓમેલેશિયા
વિટામિન E (ટોકોફેરોલ)
- કાર્ય: પ્રજનન શક્તિ, એન્ટી-ઑક્સિડન્ટ
- સ્ત્રોત: વનસ્પતિ તેલ, બદામ
- અછત: દુર્લભ (પેશીઓની કમજોરી)
વિટામિન K
- કાર્ય: લોહી જમાવવાની પ્રક્રિયા
- સ્ત્રોત: લીલા શાક, પાલક
- અછત: વધુ રક્તસ્રાવ
એક્ઝામ ટિપ (Quick Memory)
- A → આંખ
- B₁ → નર્વ (Beri-beri)
- C → ઘા (Scurvy)
- D → હાડકાં
- K → લોહી જમાવવું











