Aadhaar UIDAI Address Update: હવે ભાડાનું સરનામું પણ જોડાઈ શકે છે આધાર કાર્ડમાં, જાણો મફત પ્રક્રિયા આજના સમયમાં આધાર કાર્ડ દરેક નાગરિક માટે જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે. પછી તે બેંક ખાતું ખોલવાનું હોય, સરકારી યોજના નો લાભ લેવાનો હોય કે મોબાઇલ સિમ કાર્ડ લેવાનો – આધાર વિના કઈ પણ શક્ય નથી.
જો તમારા આધાર કાર્ડમાં જૂનુ કે ખોટું સરનામું છે, તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને જો તમે ભાડાના મકાનમાં રહેતા હો, તો ખબર જ નહીં પડે કે શું કરવા. પણ હવે UIDAI દ્વારા એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં તમે તમારા ભાડાવાળા સરનામાનો સમાવેશ સરળતાથી કરી શકો છો – અને એ પણ મફતમાં!
આધાર કાર્ડમાં સરનામું અપડેટ કેમ જરૂરી છે?
- સરકારી યોજનાઓનો લાભ લેવા માટે
- બેંકિંગ સેવાઓ સરળ બનાવવા
- પાસપોર્ટ બનાવવા અથવા સુધારવા
- સિમ કાર્ડ અથવા ગેસ કનેક્શન માટે
UIDAI નું નવું અપડેટ: ભાડાનું સરનામું હવે આધારમાં ઉમેરો
હવે UIDAI દ્વારા Address Validation Letter નામની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. પહેલાં સરનામું અપડેટ કરવા માટે તમારા પાસે મકાનની માલિકીની પુરાવા જેવા દસ્તાવેજો હોવા જરૂરી હતા. પણ હવે તમે ભાડે રહેતા હોવા છતાં તમારા સરનામાની પુષ્ટિ કરી શકો છો – એ પણ કોઇ દસ્તાવેજ વિના.
આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવાની પ્રક્રિયા
- UIDAI ની વેબસાઈટ પર જાઓ
- “Update Your Address Online” પસંદ કરો
- “Request for Address Validation Letter” પર ક્લિક કરો
- તમારું આધાર નંબર અને OTP વડે લોગિન કરો
- એડ્રેસ વેરિફાયર નું નામ અને આધાર નંબર નાખો
- એડ્રેસ વેરિફાયરના નંબર પર OTP આવશે – તેને વેરિફાય કરો
- UIDAI તમારાં સરનામે એક પત્ર મોકલશે જેમાં Secret Code હશે
- હવે “Update Address via Secret Code” પસંદ કરો
- Secret Code નાખીને તમારું નવું સરનામું સબમિટ કરો
કોને થશે સૌથી વધુ લાભ?
- વિદ્યાર્થીઓ (હોસ્ટેલ / PG માં રહેતા)
- શહેરો બદલતા નોકરીયાત
- ભાડે રહેતા લોકો
- જેમણે સરનામાના કોઈ દસ્તાવેજ નથી પણ ઓળખીતા સાથે રહે છે
Aadhar Update Status કેવી રીતે ચેક કરશો?
- UIDAI ની વેબસાઈટ પર જાઓ
- “Check Update Status” ક્લિક કરો
- તમારું URN નંબર નાખો
- અપડેટ સ્ટેટસ તમને દેખાશે