Ahmedabad News –Gujarat Congress Action Plan: ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન થયા બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને ભાજપના ઘણા બધા નેતાઓના પણ સ્ટેટમેન્ટ સામે આવી રહ્યા છે તો બીજી તરફ હવે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગયું છે. કારણ કે ભાજપ સાથે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભણેલા છે અને તેમના સંપર્કમાં રહે છે અને પાર્ટી સાથે ગદ્દારી કરી રહ્યા છે તેમને હવે બહાર કાઢવામાં આવી રહ્યા છે તેવું પણ સામે આવ્યું છે ગુજરાત કોંગ્રેસ મહા અધિવેશન 2025 ની અસર શરૂ થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે ભાજપના સ્લીપર સેલ બનીને ફરતા કોંગ્રેસના નેતાઓને બહારનું દરવાજો બતાવી દેવામાં આવશે તેવું પણ જાણવામાં આવી રહ્યું છે
ગુજરાત કોંગ્રેસમાં હવે વધુ મોટા ફેરફાર જોવા મળશે રાહુલ ગાંધી લાંબા સમયથી સંકેત આપી રહ્યા છીએ અને હવે કોંગ્રેસના સૂત્રો પણ કરી રહ્યા છે કે પક્ષમાં જેમનું કંઈ પણ ઉપજતું નથી અને જેવો નિષ્ક્રિય બનીને બેસી રહ્યા છે એ તમામને બહારનો રસ્તો દેખાડવામાં આવશે અને તેમને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવશે
વધુમાં કોંગ્રેસ સામે કેટલાક નેતાઓને વારંવાર પણ કહ્યું છે કોંગ્રેસના ભાજપ સાથે પડેલા ગદ્દારો વધારે છે તેવું પણ કોંગ્રેસ આઈ કમાન્ડ સામે કેટલાક નેતાઓએ કહ્યું હતું બે દિવસના ગુજરાતમાં યોજાયેલા અધિવેશનમાં પણ કેટલાક પ્રદેશ નેતાઓને જાણે સાઈડ લાઈન થયા નો પરચો પણ જોવા મળ્યો હતો. તો હવે ક્યારે એક્શન લેવાશે તે જોવાનું રહ્યું કારણ કે અધિવેશન બાદ કોઈપણ પ્રકારના હાલ ચાલ કે કોઈ નેતાને બહાર કાઢ્યા હોય તેવા હજુ સુધી કોઈ પણ સ્પષ્ટ સમાચાર સામે નથી આવ્યા