Ahmedabad MBA student killed :અમદાવાદના કાર ડ્રાઇવરે એમબીએ કરતી વિદ્યાર્થીને ૨૦૦ મીટર સુધી પીછો કરી હત્યા કરી અમદાવાદમાં બોપલ વિસ્તારમાં રવિવારે રાત્રે એક ભયાનક ઘટના બની, જેમાં 23 વર્ષીય એમબીએના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરી મારીને હત્યા કરવામાં આવી. આ ઘટના ત્યારે બની જ્યારે મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન્સ (MICA) ના બે વિદ્યાર્થી બેકરીમાંથી કેક લઈ હોસ્ટેલ પર પરત ફરી રહ્યા હતા.
આ દરમિયાન બોપલ લોકલ ચોકડી નજીક એક અજાણ્યા ફોર-વ્હીલર ડ્રાઈવર સાથે બેફામ ડ્રાઇવિંગને લઈને વિવાદ થયો. આરોપી ડ્રાઈવરે 200 મીટર સુધી વિદ્યાર્થીઓનો પીછો કર્યો અને બાદમાં છરી કાઢીને પ્રિયાંશુ પર હુમલો કર્યો. ઘાયલ પ્રિયાંશુને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં આંતરિક રક્તસ્રાવને કારણે તેનું અવસાન થયું.
પોલીસને આરોપીની હજુ સુધી ઓળખ મળી નથી, પરંતુ તપાસ જોરશોરથી ચાલી રહી છે.