Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એક વાર એક્શન મોડમાં આવી છે શહેરના ગોમતીપુર બાદ હવે પશ્ચિમ વિસ્તારના નવરંગપુરા ના ગોલ્ભાઈ ટેકરા તરફ જવાનું રસ્તો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે અને જેટલા પણ દબાણો છે તેવા હટાવવામાં આવી રહ્યા છે ઝૂંપડાઓ સહિતના દબાણો હટાવવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત સાથે ગુલબાઈ ટેકરા ચાર રસ્તાથી પાંજરાપોળ તરફ જવાના રોડ પર તમામ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ સાથે જ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે
AMC દ્વારા ફરી એક વાર અમદાવાદમાં દબાણ હટાવો ની કામગીરી શરૂ કરવામાં આવી છે નવરંગપુરા વિસ્તારમાં ગુલબાઈ ટેકરા થી પાંજરાપોળ તરફ જવાના રોડ પર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે જેમાં ચોપડા થી માંડીને નાના-મોટા કાચા મકાનો અને જૂના માલ સામાન મૂકવામાં આવતા હોય તેને પણ હટાવી દેવામાં આવ્યો છે અને ખુલ્લો રસ્તો કરવામાં આવ્યો છે દબાણ અને આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યું
(Ahmedabad News) પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની તમામ ટીમો દ્વારા સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં JCB અને 10 જેટલા નાના મોટા વાહનો સાથે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે 100 મીટરના અંદાજે 24 મીટર જેટલા પહોળા રોડ પર અડધો રોડ દબાણના કારણે રોકાઈ ગયો હતો જેને હવે દૂર કરવામાં આવી છે સાથે જ તાલપડ તેથી બાંધેલા ચોપડા અને અન્ય દબાણોના કારણે ત્યાંથી વાહનો પસાર થવામાં નડતરરૂપ થતું હતું જેથી રોડ પરથી દૂર કરવામાં આવ્યા હતા સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરી એકવાર મોટી કામગીરી શરૂ કરવામાં આવે છે જેમાં દબાણ દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે