Ambalal Patel Agahi, Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર મહત્વની આગાહી સામે આવી છે તેમણે જણાવ્યું છે કે આગામી 23 માર્ચ દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો વધુ વધી શકે છે સાથે જ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીના આસપાસ રહી શકે છે સાથે જ કચ્છના કેટલાક ભાગોમાં પણ 40 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે
અંબાલાલ પટેલની મહત્વની આગાહી : Ambalal Patel Agahi
અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે મુજબ તેમણે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે એપ્રિલ મહિનામાં પણ વેસ્ટન ડીસ્ટન્સ ના કારણે રાજ્યમાં અમુક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે 19 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનો વધારો થઈ શકે છે એપ્રિલ મહિનાના વાતાવરણમાં પલટો આવી શકે છે 10 તારીખની આસપાસ દરિયા કિનારે ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
વધુમાં અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે અરબસાગરમાં વાવાઝોડાની શક્યતાઓ છે સાથે જ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પણ પવન ફુકાઈ શકે છે કમોસમી વરસાદની પણ શક્યતાઓ છે. આ સિવાય તેમણે એ પણ જણાવ્યું હતું કે 19 થી લઈને 21 એપ્રિલ દરમિયાન ગરમી વધી શકે છે અને 26 એપ્રિલ દરમિયાન ભારે ગરમી પડી શકે છે