Ambalal Patel Monsoon Forecast: રાજ્યમાં સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ઉત્તર પશ્ચિમમાંથી ગરમ પવન ફૂંકા તાપમાનમાં પણ વધારો થયો છે રોજ એક ડિગ્રી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જોકે બે દિવસ બાદ વાતાવરણ અચાનક પલટી ગયો છે ગરમીમાં થોડી રાહત મળી છે આજ વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અંબાલાલ પટેલ ની હાલમાં જ મહત્વની આગાહી સામે આવી છે તેમણે 24 કલાકમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે મહત્વની વિગતો સામે આપી છે
હવામાન નિષ્ણાત પટેલની મહત્વની આગાહી : Ambalal Patel
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમણે 24 કલાકમાં હવામાનમાં મોટો પલટો આવે તેવી આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે રાજકોટ તેમજ મોરબી પંચમહાલ દાહોદ વડોદરા બનાસકાંઠા, કચ્છના કેટલાક ભાગોમાં જરમર વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 14 એપ્રિલ સુધીમાં તાપમાનનો પારો નીચે જવાની પણ તેમણે આગાહી કરી છે પવનનું જોર વધુ રહેશે તેવા સંકેત પણ તેમણે આપ્યા છે આ સાથે જ પરેશ ગોસ્વામી એ પણ બગાડની ખાડીમાંથી હવાનું દબાણ થતાં સાયક્લોનિંગ સર્ક્યુલેશન બનતું હોવાનું પણ જણાવ્યું હતું જેના કારણે રાજ્યના ૮૫ ટકા વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થવાની પણ આગાહી તેમને વ્યક્ત કરી છે
વહેલી સવારથી ઠંડો પવન ફૂંકાય રહ્યો છે અને તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે આણંદ જિલ્લામાં હજુ પણ બે દિવસ ગરમીનું જોર રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે વરસાદ વહેલો થવાની અને ચોમાસું સારું રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે