Ambalal Patel: માર્ચ મહિનામાં તાપમાનમાં થશે જોરદાર વધારો, જાણો આંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ambalal Patel: અમદાવાદ શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ઘણાખરા શહેરોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે તો ક્યાંક સવારમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મે મહિના સુધીની હવામાન અંગેની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે મે મહિનામાં વાતાવરણમાં પલટો આવી શકે  છે સાથે જ તેમને મહત્વની આગાહી પણ કરી છે ચાલો તમને જણાવી દઈએ અંબાલાલ પટેલની મહત્વની આગાહી વિશે વિગતવાર માહિતી

માર્ચ અને મે મહિના અંગેની અંબાલાલની આગાહી 

હવામાન પટેલે હાલમાં જે  ગુજરાતી ન્યુઝ ચેનલ સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે મહત્વની આગાહી વિશે જણાવ્યું હતું તેમણે માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બ આવ્યા કરશે તેવું તેમને જણાવ્યું હતું સાથે જ વાતાવરણમાં પણ પલટો આવી શકે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન વધુ ઘટી જશે તેવી પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી હતી સાત માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે કચ્છના અમુક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની તેમણે શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી

આમ તો સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે તાપમાનનો પારો વધી રહ્યો છે ઠંડી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં તાપમાન વધુ અનુભવાય રહ્યું  છે સાથે જ સવારના સમયમાં હળવો ઠંડો પવન ફૂંકાઈ રહ્યું હોય છે પરંતુ બપોર બાદ તાપમાન વધી જતું હોય છે કેટલાક ભાગોમાં હવામાન નિષ્ણાત પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment