Anant Ambani Dwarka Padyatra: રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીની જામનગર થી દ્વારકા મંદિર સુધીની પદયાત્રા ઘણા સમયથી શરૂ હતી પરંતુ આજે પૂરી થઈ છે ત્યારે દ્વારકાધીશ મંદિરે તેઓ પહોંચ્યા હતા આ ધાર્મિક યાત્રામાં આજે અનંત અંબાણીના માતા નીતા અંબાણી અને તેના પત્ની રાધિકા મર્ચન્ટ પણ જોડાયા હતા તેમની તસવીરો પણ ઘણા સમયથી વાયરલ થઈ હતી આ પ્રસંગે અનંત અંબાણીએ પણ પોતાની માન્યતાને લઈને જણાવ્યું હતું કે અમારી ધાર્મિક યાત્રા છે ભગવાનના નામથી આ યાત્રા શરૂ કરી હતી અને હું તેમના નામે જ તેને પૂર્ણ કરી રહ્યો છું મોટી સંખ્યામાં પણ તેમની સાથે પદયાત્રામાં જોડાયા હતા. રસ્તામાં ઘણા બધા તેમના ચાહકો પણ મુલાકાત કરતા હતા અને ગિફ્ટ આપતા હતા આજે તેમની પત્ની રાધિકા અને અનંત અંબાણીના માતા નીતા અંબાણી પણ જોડાયા હતા અને તેમની સાથે થોડી દૂર સુધી પદયાત્રા કરી હતી
આપ સૌ જાણતા જ હશો કે અનંત અંબાણીની પદયાત્રા ઘણા સમયથી ચાલી રહી હતી આજે તેઓ દ્વારકા મંદિરે પહોંચી ગયા છે અને પોતાની પદયાત્રા પૂર્ણ કરી છે આ સમયે તેમના આગમન માટે મોટી સંખ્યામાં પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં આ યાત્રા દરમિયાન અંબાણીએ અનેક સ્થળોની મુલાકાત પણ કરી હતી લોકો સાથે વાતચીત પણ કરી હતી તેમની આ ધાર્મિક યાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ સાથે જ ભગવાનનો પણ તેમણે અનંત અંબાણીએ આભાર માન્યો હતો. નીતા અંબાણી અને રાધિકા જેવો તેમની પત્ની છે તેમણે પણ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના પણ કરી હતી આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ પણ જોવા મળ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા