ગુજરાતમાં મેઘ મહેર જામ્યો છે. ગુજરાતના લગભગ બધા જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ થયો છે, જેના લીધે ખેડૂતોને પાક માં ભારે નુકસાન થયું છે .
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું હોય તેમના માટે સરકાર દ્વારા ખેડૂતોને રાહત ના પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે. જે જે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે તેમને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે 350 કરોડના રૂપિયાના પેકેજને જાહેર કરવામાં આવી છે. જે ખેડૂત મિત્રોને પાકમાં નુકસાન થયું છે તે ને આ સહાય આપવામાં આવશે.
ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જુલાઈ મહિના પછી ભારે વરસાદના લીધે જે ખેડૂતોને ખેતી અને બાગાયતી પાકોમાં ભારે નુકસાન થયું છે તેમને પેકેજની સહાય આપવામાં આવશે.
ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા પેકેજ ની જાહેરાત
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જુલાઈ માસમાં જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, નવસારી, તાપી એમ કુલ 45 તાલુકામાં અનાધાર વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેના લીધે તેમને પાકને પણ ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને આ સીઝન બરબાદ થઈ ગઈ છે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા ખેડૂતોને જાહેર પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં ટીમોને મોકલીને આ સહાય આપવામાં આવશે. આશરે 1.5 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને આ સહાયનો લાભ મળી શકે છે.
જે ખેડૂતોને પાકમાં ખરેખર નુકસાન થયું છે તેમને સહાય આપવામાં આવશે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ થયેલા પાકના નુકસાન માટેની સહાય આપવામાં આવશે.
ભારે વરસાદના કારણે પાકની નુકશાની પર ખેડૂતો માટે રાહત પેકેજની મહત્વની જાહેરાત
ખરીફ 2024-25 ઋતુમાં પાકને થયેલા નુકસાન માટે સરકારે ખેડૂતોને રાહત પેકેજ જાહેર કર્યું છે.
- જે ખેડૂતોના બિનપિયત પાકને 33%થી વધુ નુકસાન થયું છે, તેમને દરેક હેક્ટર માટે કુલ રૂ. 11,000ની સહાય મળશે. આમાંથી રૂ. 8,500 સરકારના નિયમો મુજબ અને બાકીની 2500 રકમ રાજ્યના ખજાનામાંથી આપવામાં આવશે.
- SDRFના નોર્મ્સ મુજબ પિયત અથવા વર્ષાયુ પાક માટે દરેક હેક્ટર માટે કુલ રૂ. 22,000 અને બહુવર્ષાયુ બાગાયતી પાક માટે દરેક હેક્ટર માટે રૂ. 22,500ની સહાય આપવામાં આવશે. આ સહાય દરેક ખેડૂતને વધુમાં વધુ 2 હેક્ટર જમીન માટે મળશે.
- કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બે જુલાઈ 2024 ના રોજ ભારે વંટોળ ને લીધે વરસેલા વરસાદના કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી ગયા જેના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું. આમાં અસગત ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તેના માટે કૃષિ મંત્રી દ્વારા નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે.
- વધુમાં કૃષિ મંત્રી એ જણાવ્યું જે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે અને તેમને સહાય 3500 કરતા ઓછી મળે છે તેવા કિસ્સામાં ખેડૂતોને ઓછામાં ઓછા 3500 રૂપિયા ચૂકવવામાં આવશે. જે રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.
આ સહાયનો લાભ ખેડૂત કઈ રીતે લઈ શકે
ખેડૂતોને સહાય આપવા માટે સંબંધિત જિલ્લા વહીવટી અધિકારીઓ દ્વારા નુકસાન થયેલા ગામોની યાદી જાહેર કરવામાં આવશે અને આ ગામોમાં જે જે ખેડૂતોને નુકસાન થયા છે તેઓ ગ્રામ્ય કક્ષા એ ઇ-ગ્રામ સેન્ટર પરથી પોતાના આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે તેમ જ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં નુકસાન થયેલા ખેડૂતોને તાલુકા વિકાસ અધિકારી ને પોતાની અરજી કરવાની રહેશે.