Site icon Gujarat SQUARE

કેજરીવાલે CM પદેથી રાજીનામું આપ્યું ,હવે કોણ બનશે CM

breaking news gujarat square

આજે મંગળવારે પક્ષની મળેલી બેઠકમાં સર્વનું મતે નેતા તરીકે અતિશય ચૂંટાયા છે હવે દિલ્હીને નવા મહિલા મુખ્યમંત્રી મળશે

સમાચારોની દ્રષ્ટિએ અત્યાર સુધી મંગળવાર ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો 74 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે તો બીજી તરફ દિલ્હી ને તેના નવા મુખ્યમંત્રી પણ મળી શકે છે આ વખતે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર ભાજપ સરકાર ઘણા રાજ્યોમાં સામાજિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે ઓડિશામાં તો મહિલાઓને 5000 રૂપિયા આપવાની તૈયારી છે

દિલ્હીના મળ્યા નવા મહિલા મુખ્યમંત્રી આતિશ પર સર્વનુમતે સહમતિ

જેલમાંથી બહાર આવ્યા ને એક જ દિવસ બાદ અરવિંદ કેજરી વાલે જાહેરાત કરી કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી રાજીનામું આપશે કેજરીવાલની આ જાહેરાત બાદ છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ગરમાવો વચ્ચે આજે AAP ધારાસભ્યોદ ની બેઠક બાદ ખબર પડશે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે? આજે મંગળવારે પક્ષની મળેલી બેઠકમાં સર્વા નુ મતે નેતા તરીકે આતિશી ચૂંટાયા છે હવે દિલ્હીને નવા મુખ્યમંત્રી મળશે આજે સાંજે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે ત્યારબાદ નવા મુખ્યમંત્રી ની શપથ વિધિ થશે

ફિરોઝાબાદની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ પાંચના મોત

ઉત્તર પ્રદેશના ફિઝોરા બાદમાં એક ગેરકાયદેસર ફટાકડા ની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો આકસ્માતમાં પાંચ લોકો ના મૃત્યુ થયા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે અનેક મકાનોને નુકસાન થયું હતું અનેક મકાનોની દિવાલો ધરાશાય થઈ ગઈ હતી વિસ્ફોટનો અવાજ કેટલા કિલોમીટર દૂર સુધી ના લોકોને સંભળાયો હતો

મોડી રાત્રે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનું મહલ સર્જાયો હતો પોલીસ ફાયર બી ગ્રેડ અને SDRF ની ટીમ ઘટના સ્થળ પહોંચી ગઈ હતી ઓફિસરના જણાવ્યા અનુસાર ધરાસાઈ થયેલા મકાનો ના કાટમાળ નીચે દતાયેલા બાર લોકોને બચાવી લેવાયા છે ઘાયલો ની સારવાર ચાલી રહી છે

CM મમતા બેનર્જીએ ડોક્ટરની ત્રણ માંગણીઓ સ્વીકારી

જોકે કોલકત્તા કેસમાં પણ સીએમ મમતા બેનર્જીએ ડોક્ટરની ત્રણ માંગણીઓ સ્વીકારી લીધી છે પરંતુ હજુ પણ જુનિયર ડોક્ટર કામ પર ફર્યા નથી તેઓ તેમની માંગણીઓ સંતોષવા માંગે છે તેઓ તેમનો સંઘર્ષ આગળ પણ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે

Exit mobile version