Ahmedabad News : અમદાવાદમાં બનેલી અસામાજિક તત્વોના આંતકની ઘટના બાદ પોલીસ એકશન બોર્ડમાં આવી ગઈ છે હવે ગુનેગારો સામે પોલીસે લાલ આંખ કરી છે રાજ્યના તમામ અસામાજિક તત્વોની સાન ઠેકાણે લેવા માટે મિશન શરૂ કરી દેવામાં આવ્યો છે ગેરકાયદેસર બાંધકામું કરેલા હોય તેના પર હવે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે બીજી તરફ ડીજીપીના આદેશ બાદ ગુનેગારોના ઘર અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સરખેજમાં લિસ્ટેડ બુટલેગરના ગેરકાયદેસર બાંધકામ પણ આજે તોડી નાખવામાં આવ્યું છે
ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ઘણી જગ્યાએ ખુલ્લેઆમ દારૂના વેચાણ થતું હોય છે ત્યારે હવે પોલીસે બુટલેગરની ગેરકાયદેસર જમીનો મિલકતો પર અને ગેરકાયદેસર બાંધકામની યાદી બનાવીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બુલડોઝર પણ ચલાવવામાં આવી રહ્યો છે આજે અમદાવાદના સરખેજમાં બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે અને ડેમોલેશન પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું હતું. બાબુ રાઠોડ સામે ડ્રગ્સ મારામારી સહિતના 23 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે
અમદાવાદ સહિત રાજ્ય પરના મોટાભાગના શહેરોમાં ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7,612 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં 3264 બુટલેગરો છે 958 મિલકત સંપતિ ગુના કરનારા આરોપી છે 516 જુગારીયા અને 545 અન્ય સામાજિક પ્રવૃત્તિઓ કરનારા લોકો છે તેમની યાદી તૈયાર કરવામાં આવી છે તમામ શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે