Vadodara News: વડોદરા શહેરમાં દારૂ ભરેલી કારનો ભયંકર અકસ્માત, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Vadodara News: વડોદરા શહેરમાં આમ તો અકસ્માતની ઘટના અવારનવાર બનતી હોય છે પરંતુ આજે જે અકસ્માતની ઘટના બની છે તેમાં વિદેશી દારૂ પણ મળી આવ્યો છે સફેદાને ટ્રકે ઠોકર મારતા આગળ જઈ રહેલા બાઈકને પણ ઠોકર લાગી હતી જેથી કાર પલટી ગઈ હતી અને બાઈક પણ પલટી મારી ગયું હતું અને બાઈક ચાલકને સામાન્યજાઓ પહોંચી હતી જ્યારે ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને પલટી ગયેલી કારમાંથી વિદેશી દારૂ હોવાથી તે રોડ પર રેલાઈ ગયો હતો જેથી લોકોએ પણ લોટ ચલાવી હતી અકસ્માતમાં કારચાલક બેહોશ થઈ ગયો હતો અને તેમને સારવાર માટે હાલ નજીકની સ્થાનિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવના પગલે કપુરાઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે

વિસ્તારથી માહિતી વિશે વાત કરીએ તો વડોદરા શહેરમાં આજે નેશનલ હાઈવે ઉપર આવેલ એલ એન્ડ ટી નોલેજ સીટી પાસે પસાર થઈ રહેલી એક એક સફેદ કારને ટ્રક ચાલકે ટોકર મારી હતી આકાર પલટી મારી જતા કારમાં છુપાયેલો દારૂ રેલાઈ ગયો હતો વિદેશી શરાબને દારૂની બોટલો રોડ પર પથરાઈ ગઈ હતી જેથી હાઇવે પર પસાર થઈ રહેલા અનેક લોકોએ દારૂની લૂંટ કરી હતી. ત્યારબાદ કારમાંથી બહાર રોડ ઉપર પડેલી દારૂની બોટલોની લૂંટ મચાવી લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ સાથે જ લોકોએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ લૂંટ પણ કરી હતી

કપૂરાઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું પણ સામે આવી રહ્યો છે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો કારમાં દારૂ મળી આવ્યો છે તે અંગે પણ હવે પોલીસ તપાસ કરી રહી છે

Join WhatsApp

Join Now

Leave a Comment