ગુજરાતમાં CNGના ભાવમાં આટલો વધારો: 22 લાખ વાહન માલિકોને અસર પડશે હવે સીએનજી વાહન ચલાવતા હશે તેમના માટે એક કટકો પડશે કારણ કે ગુજરાત માં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તો જાણો સીએનજી ગેસ ના ભાવ માં કેટલો વધારો થયો છે પ્રતિ કિલો CNG prices in Gujarat increased in 2024
ભાવવધારાની જાહેરાત CNG prices increase in Gujarat 2024
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ની પેટાકંપની ગુજરાત ગેસ લિમિટેડે CNGના ભાવમાં ₹1.50 પ્રતિ કિલોગ્રામનો વધારો કર્યો છે. આ વધારો 1 ડિસેમ્બર, 2024થી અમલમાં આવશે, જેથી CNGના ભાવ ₹76.26 થી વધીને ₹77.76 પ્રતિ કિલોગ્રામ થઈ જશે.
2024માં ત્રીજો ભાવવધારો
આ વર્ષમાં CNGના ભાવમાં થયેલો આ ત્રીજો વધારો છે. અગાઉ 24 જુલાઈ અને 1 ઓગસ્ટે ₹1નો વધારો કરવામાં આવ્યો હતો. 2024ના તમામ વધારાને મળીને CNGના ભાવમાં કુલ ₹3.50 પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. કંપનીના નફામાં વૃદ્ધિ ગુજરાત ગેસ લિમિટેડે 2024ના ચોથા ક્વાર્ટરમાં ₹409.5 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે 2023ના ₹326 કરોડના નફાના મુકાબલે 25.6% વધારે છે.
ભાવ વધારાનું કારણ
ઉદ્યોગ નિષ્ણાતો અનુસાર, સસ્તા ઘરેલુ ગેસના પુરવઠામાં ઘટાડો ભાવવધારાના મુખ્ય કારણોમાંનું એક છે. એડમિનિસ્ટર્ડ પ્રાઈસિંગ મિકેનિઝમ (APM) હેઠળ મળતા ગેસના પ્રમાણમાં 50% કાપ મૂકવામાં આવ્યો છે.
ગુજરાતમાં વ્યાપક અસર
ગુજરાત ગેસે રાજ્યમાં 518 CNG સ્ટેશનનું નેટવર્ક વિકસાવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 185, સૌરાષ્ટ્રમાં 221 અને મધ્ય ગુજરાતમાં 112 સ્ટેશનો શામેલ છે. આ ભાવવધારો 4 લાખ CNG ઓટો-રિક્ષા, 6 લાખ ફોર-વ્હીલર્સ અને 12 લાખ કોમર્શિયલ વાહનોને અસર કરશે.