Gandhinagar : ગુજરાત રાજ્યના પોલીસ મહાન નિરીક્ષક (DGP) વિકાસ સહાય ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યની તમામ રેન્જાઈજી કચેરીઓના વહીવટી માળખાની સમીક્ષા બાદ તેની પુનરચનાઓ નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે જ ક્રાઇમ ટેબલ એક અને ક્રાઈમટેબલ બે ઊભી કરાશે અને સાથે જ ખાસ સ્ટ્રાઈકિંગ ફોર્સ પણ ફાળવવામાં આવશે તેવું પણ વિગતો સામે આવી છે આ સાથે જ 15 એપ્રિલ 2025 ની સમય મર્યાદા આ અંગે નક્કી કરવામાં આવી છે આ સમગ્ર વ્યવસ્થા અમલમાં 15 એપ્રિલ દરમિયાન લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ મીડિયામાં સામે આવી છે
રાજ્યના પોલીસ વડાએ અગાઉ પણ મહત્વના નિર્ણય લીધા હતા. આ વખતે ફરી એકવાર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આઇપીએસ અધિકારીઓને રાજ્યની વિવિધ રેન્જ કચેરીઓની કામગીરી અને વધતા જતા કામના કારણે ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ફરી એકવાર મોટો પરિવર્તન લેવામાં આવશે હાલમાં જ રેન્જ કચેરીઓ ઉપર જે કાર્યનો ભાર છે તેને ઘટાડી વધુ વ્યવસ્થિત રીતે કામ થઈ શકે તેના માટે પણ અલગ અલગ ફરજિયાત શાખાઓ બનાવવામાં આવશે તેવું સામે આવ્યું છે
આ સાથે જ બદલી પ્રમોશન ખાતાકીય કાર્યવાહી અને વહીવટી શાખા રજાઓ સહિત કારણો બતાવો નોટિસ અને અપીલ જેવી ઘણી બધી કામગીરી સંભાળશે સાથે જ ક્રાઇમટેબલ એક શાખા રેંજ હેઠળના જિલ્લાઓમાં થતા ગુનાઓ અને કાયદો વ્યવસ્થા રીતે જળવાઈ રહે તેના માટે પણ ખાસ નિયમો બનાવવામાં આવે તેવી પણ શક્યતાઓ છે