Gautam gambhir team india coach ગૌતમ ગંભીર પાસેથી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી છીનવાઈ જશે.જો ઓસ્ટ્રેલિયામાં… ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લિટમસ ટેસ્ટ થશે. જો કે, ન્યુઝીલેન્ડ સામેની કારમી હાર બાદ ગૌતમ ગંભીર પર સવાલો ઉઠી રહ્યા છે. ગંભીરે લગભગ ચાર મહિના પહેલા મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ સામે 0-3થી હારવાનું કડવું ફળ અનુભવું પડ્યું છે. 24 વર્ષ બાદ ભારતીય ટીમને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હારવી પડી છે. હવે ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવાની છે, જ્યાં પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીનો પડકાર તેને 22 નવેમ્બરથી સંભાળવો પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવા માટે આ શ્રેણી જીતવી ટીમ માટે મહત્વની છે, ખાસ કરીને 4-0થી શ્રેણી જીતવાથી તેનો ફાઈનલમાં પ્રવેશ સન્માનજનક રીતે થઈ શકે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટીમની હાલની કામગીરીથી ખુશ નથી. ગૌતમ ગંભીરની કોચિંગ શૈલીની સમીક્ષા માટે એક 6 કલાકની મેરેથોન બેઠક યોજાઈ, જેમાં રોહિત શર્મા અને BCCIના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. BCCI ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં ટીમનું પ્રદર્શન સુધારવા મક્કમ છે, અને આ કારણે હવે ટીમ મેનેજમેન્ટમાં ફેરફાર થવાની શક્યતાઓ છે.
એવી શક્યતા છે કે BCCI ટેસ્ટ અને વન-ડે/ટી20 ટીમ માટે અલગ કોચોની નિમણૂકનો વિચાર કરી શકે છે. VVS લક્ષ્મણને રેડ બોલ (ટેસ્ટ) કોચ તરીકે અને ગૌતમ ગંભીરને સફેદ બોલ (ODI અને T20) કોચ તરીકે લાવવાનો વિચાર છે.