GSRTC એ બસ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો દરરોજના 27 લાખ મુસાફરોને સીધી અસર થશે જાણો કેટલું વધશે ભાડું?

Gsrtc increase bus fare 2025

GSRTC એ બસ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો દરરોજના 27 લાખ મુસાફરોને સીધી અસર થશે જાણો કેટલું વધશે ભાડું? ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ બસ ભાડામાં 10%નો વધારો કર્યો છે, જે 29 માર્ચ, 2025ની મધ્યરાત્રીથી અમલમાં આવશે. આ નિર્ણથી રોજિંદા 27 લાખથી વધુ મુસાફરો પર અસર પડશે, પરંતુ સ્થાનિક (લોકલ) સર્વિસનો ઉપયોગ કરતા મુસાફરોને ન્યૂનતમ અસર રહેશે. બસ નું ભાડું Gsrtc increase bus fare 2025

 GSRTCની સેવાઓ અને સુવિધાઓ Gsrtc increase bus fare 2025

GSRTC દ્વારા દરરોજ 8,000થી વધુ બસો દ્વારા 32 લાખ કિ.મી.થી વધુ અંતર કાપવામાં આવે છે. નિગમ વિદ્યાર્થીઓ, દિવ્યાંગજનો, કેન્સર/થેલેસેમિયા રોગીઓ, રમત-ગમતના ખેલાડીઓ, પત્રકારો અને નોકરીયાતો માટે રિબેટ/મફત સેવાઓ પૂરી પાડે છે.

નવી બસો અને સુધારેલ સુવિધાઓ

  • છેલ્લા 14 મહિનામાં 2,987 BS-6 બસો શામેલ કરવામાં આવી છે (સ્લીપર, લક્ઝરી, સુપર ડિલક્સ).
  • 14 નવા બસ સ્ટેશન/ડેપો શરૂ કરવામાં આવ્યા છે.
  • 2025-26માં 2,050 નવી બસો ઉમેરવાની યોજના છે.
  • 10 કેરેવાન સર્વિસ શરૂ કરવાનું આયોજન.

ભાડા વધારાની વિગતો જાણો કેટલું વધશે ભાડું?

  • 10% વધારો 29 માર્ચ, 2025થી લાગુ.
  • લોકલ સર્વિસના 85% મુસાફરો (48 કિ.મી. સુધી) પર ફક્ત ₹1 થી ₹4 વધારો.
  • છેલ્લા 10 વર્ષમાં પહેલી વાર મોટો ભાડાવધારો (કુલ 68%), પરંતુ ધીરે-ધીરે અમલમાં.

મુસાફરો માટે સંદેશ

GSRTC સતત અદ્યતન ટેકનોલોજી, નવી બસો અને સુવિધાઓ ઉમેરી રહ્યું છે. ભાડા વધારો સેવાઓના સુધારા માટે જરૂરી છે, પરંતુ સ્થાનિક મુસાફરો પર ઓછી અસર રાખવામાં આવી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment