Gujarat floods News: ગુજરાતમાં કુદરત નો કહેર, 3 દિવસમાં 30 લોકોના મોત, 41,678 લોકો ઘર વિહોણા

Gujarat Rain Updates: ગુજરાતમાં વરસાદે ખતરનાક તબાહી મચાવી છે. ગુજરાતના બધા જ જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે અને મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અત્યારે ગુજરાતમાં બહુ જ કફોડી હાલત છે.

હાલમાં ઘણા બધા લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે અને ઘણા લોકો ઘર વિહોણા પણ થઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતમાં આશરે 30 લોકોના મોત પણ થઈ ગયા છે.

ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ

આ છેલ્લા ત્રણ દિવસમાં મેઘરાજા ગુજરાતમાં લોકોને કેવી મુસીબતમાં મુક્યા છે તેની થોડી ઝલક તમે નીચે જોઈ શકો છો. આ લેખમાં અમે તમને થોડી ઘણી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.

જૂનાગઢ

જૂનાગઢના માણાવદર પોરબંદર રોડ પર એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે રોડ દરિયા જેવો લાગી રહ્યો છે. ઘણા બધા લોકો તેમાં ફસાઈ ગયા છે અને આ રોડ પર કમર સુધી ઊંડા પાણી ભરાઈ ગયા છે અને લોકો આગળ વધવાની કોશિશ કરી રહ્યા નથી કેમકે લોકોને ડૂબવાનો ડર છે. હાલમાં વહીવટી તંત્રના સમાચાર મુજબ જૂનાગઢના માણાવદર અને પોરબંદર વિસ્તારોમાં ભારે કફોડી હાલત છે અને લોકોને બોટ દ્વારા સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

વડોદરા

વડોદરામાં ભારે વરસાદના લીધે સમગ્ર વડોદરામાં શહેરી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને વિશ્વામિત્રી નદીના પાણી સોસાયટીમાં રસ્તા ઉપર ફરી વળ્યા છે અનેવિશ્વામિત્રી નદીના મગરો પણ શહેરમાં જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં મગર કૂતરાને ગાયને મોઢામાં લઈને ફરી રહ્યા છે અને ઘણી બધી સોસાયટી અને ઘરમાં પણ મગર ઘૂસી ગયા છે.
વડોદરા અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ચારે બાજુ અંધારપટ છવાઈ ગયો છે. હાલમાં ડ્રોનના દર્શ્યો જોતા એવું લાગે કે આખું વડોદરા શહેર દરિયામાં ફેરવાઈ ગયું છે. લોકોને દૂધ, પાણી અને શાકભાજીના ફાફા છે. હાલમાં લોકો ભૂખ્યા અને તરસ્યા બે બે દિવસથી ઘરમાં ફસાઈ ગયા છે. તંત્ર દ્વારા કામગીરી હાથમાં લેવાય છે અને બોટ દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

જામનગર

જામનગરની વધુ એક તસવીર જોઈએ તો લોકોને ફાયરની ટીમ દ્વારા એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. નવાગામ ઘેડ વિસ્તારમાં ફસાયેલા લોકોને સ્થાનિક ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની પત્ની રીવાબા જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા છે અને લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં ફાયર ટીમ દ્વારા નાના બાળકોને સીડી પર થી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે.

કચ્છ

કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કચ્છના અબડાસાના કોઠાર અને માનપુરા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આખા ગામ પાણીમાં ડૂબી ગયા છે જેના લીધે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને લોકો ઘર વિહોણા થઈ ગયા છે. ભારે વરસાદના કારણે હમીરસર તળાવ છલકાઈ ગયો છે જેના કારણે પોલીસ બંદે બંદોબસ્ત ગોઠવવામાં આવી છે અને લોકોને પાણીથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં 41,678 લોકોનું સ્થળાંતર

ગુજરાતમાં આ વરસાદી સીઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 41,678 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં સૌથી વધુ 10218, નવસારીમાં 9500, સુરતમાં 3859, ખેડામાં 2729, આણંદમાં 2289, પોરબંદરમાં 2041, જામનગરમાં 1955 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Leave a Comment