ગુજરાતીઓ આકરી ગરમી વચ્ચે ગરમીનું મોજું: હવામાન વિભાગ એ જણાવ્યું આગામી 3 દિવસ કેવા રહેશે Gujarat Weather: ગુજરાતમાં ઉનાળો આવી ગયો છે અને અત્યારે બહુ જ ગરમી પડે છે તો હોળીના દિવસે એક દિવસ માટે હવામાન થોડું ઠંડુ રહ્યું હતું અને અત્યારે ભયંકર ગરમીનો વારો ચડી ગયો છે તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ૪૦ ડિગ્રી ને પણ વટાવી ગયું છે. તાપમાન હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં ગરમીને લઈને ચેતવણી આપી છે આ દરમિયાન અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલ અહેવાલ આપ્યો હતો કે આ ગરમીના લીધે કેસમાં 20% નો વધારો થયો છે જેના કારણે ડોક્ટરોએ લોકોને ખાસ આપી છે કે ગરમી દરમિયાન તેમની સાવચેતી રાખવી જોઈએ અને વધારે પાણી પીવું જોઈએ. Gujarat Heatwave and Orange Alert
હીટવેવ નો ઓરેન્જ એલર્ટ Gujarat Heatwave and Orange Alert
હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માટે કેટલાક જિલ્લાઓમાં ભારે ગરમી ભરવાની છે તેની આગાહી કરવામાં આવી છે તો કચ્છ જિલ્લામાં હવામાન સારી થઈ ગયું છે અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ આગામી 16,17 માર્ચ દરમિયાન કચ્છમાં ગરમ હવા ફૂંકાશે એટલે બધાએ સાચવી રાખવી. 16 થી 19 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં ભેજવાળું વાતાવરણ રહેશે જેના કારણે લોકો પ્રભાવિત થઈ શકે છે.
તેથી, સ્થાનિક લોકો અને વહીવટીતંત્રને પૂરતી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે, IMD એ લોકોને ગરમીના મોજા દરમિયાન સાવચેતી રાખવા જણાવ્યું છે.
ઉનાળામાં લોકોએ આ સાવચેતીઓ રાખવી જોઈએ:
- ઊંચા તાપમાને ઘરની બહાર જવાનું ટાળો.
- પુષ્કળ પાણી પીઓ અને તમારા શરીરને હાઇડ્રેટેડ રાખો.
- હળવા અને ઢીલા કપડાં પહેરો.
- હીટસ્ટ્રોક અને ગરમી સંબંધિત બીમારીઓથી બચો.
- આ ચેતવણીને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકોને જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.