Gujarat Square Breaking News આજનું તાજું હવામાન અપડેટ | 13 મે, 2025 | Gujarat Rain Update રાજ્યના 27 જિલ્લામાં ફરી ગાજવીજ સાથે વરસાદ Gujarat Rain Update news
ગુજરાતમાં મેઘમહેર ફરી એકવાર જોવા મળી રહી છે. આજે રાજકોટ, વડોદરા, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ સહિત કુલ 27 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે.
દક્ષિણ પશ્ચિમ દિશામાં પવન ફૂંકાતા વાતાવરણમાં ભેજ વધી રહ્યો છે, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં તીવ્ર બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ઘણા શહેરોમાં તાપમાન 37 ડિગ્રીથી વધુ નોંધાયું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી સાત દિવસમાં તાપમાનમાં 3°C થી 5°C નો વધારો થઈ શકે છે.
કયા જિલ્લાઓમાં વરસાદ?
કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, ડાંગ સહિત કુલ 27 જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શકયતા.
ખાસ ચેતવણી:
કેટલાક જિલ્લાઓમાં વરસાદે ખેતરોમાં પાણી ભરાવાનું કારણ બન્યું છે. ખેડૂતોને આ પરિસ્થિતિમાં તકેદારી રાખવા અનુરોધ.