સરકારે રાશન કાર્ડના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રેશનકાર્ડ વગર પણ મફતમાં મળી શકશે અનાજ રેશન કાર્ડના નવા નિયમો અને ડિજિટલ પહેલ વિશે માહિતી આપવામાં આવી છે. આ નવા ફેરફારોને કારણે ગરીબી રેખા નીચેના પરિવારો માટે રાશન મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બની છે. મેરા રાશન 2.0 એપ વાપરવાનો મહત્વ છે, કારણ કે તે ડિજિટલ પદ્ધતિ દ્વારા રાશન કાર્ડની જરૂરિયાત વગર અનાજ મેળવનાર માટે ઉપયોગી બનશે. gujarat ration card app download
મેરા રાશન 2.0 એપ રેશન કાર્ડનું સ્થાન લેશે
કેન્દ્ર સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને સસ્તા ભાવે રાશન આપે છે. અત્યાર સુધી આ લોકોને રાશન મેળવવા માટે તેમનું રેશનકાર્ડ બતાવવું પડતું હતું. પરંતુ હવે અનાજ મેરા રાશન 2.0 એપ દ્વારા જ મળશે. ભારત સરકારની આ એપથી પ્રવાસી મજૂરોને ઘણો ફાયદો થશે. કારણ કે તેઓ ઘણીવાર કામની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે છે. આ એપની મદદથી, તેઓ ગમે તે શહેરમાં કામ કરતા હોય, તેઓ સરળતાથી તેમનું રાશન મેળવી શકશે. આ એપથી રાશન મેળવવા માટે દર વખતે રેશન કાર્ડ સાથે રાખવાની જરૂરિયાત ખતમ થઈ જશે.
આ એપ રેશનકાર્ડ ધારકો માટે મોટી રાહત લાવશે
રેશન કાર્ડ માટે પાત્રતા માપદંડ
- અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
- ગામડાઓમાં પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી ન હોવી જોઈએ અને શહેરોમાં વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
- ઘરમાં કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.
- ઘરમાં કાર કે અન્ય કોઈ ફોર વ્હીલર ન હોવું જોઈએ.
- જો પેન્શન મળી રહ્યું છે તો તે 10,000 રૂપિયાથી વધુ ન હોવું જોઈએ.
- જે લોકો આવકવેરો ભરે છે તેઓ રેશનકાર્ડ માટે પાત્ર નથી.
- જે વ્યક્તિ 100 ચોરસ મીટરથી વધુ જમીન ધરાવે છે તે પણ રેશનકાર્ડ માટે પાત્ર નથી.
મેરા રાશન એપ 2.0 નો ઉપયોગ કેવી રીતે કરવો? Gujarat ration card app download
- આ માટે સૌથી પહેલા તમારે આ એપ ડાઉનલોડ કરવી પડશે. તમે Google Play Store પરથી મેરા રાશન 2.0 એપ ડાઉનલોડ કરી શકો છો.
- મેરા રાશન 2.0 એપ ઇન્સ્ટોલ થયા પછી, આધાર નંબર, ફોન નંબર જેવી જરૂરી માહિતી ભરો.
- OTP વેરિફિકેશન માટે, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
- આ પગલાં પછી તમારા રેશન કાર્ડની ડિજિટલ કોપી ખુલશે. આ નકલ બતાવીને તમે સરળતાથી રાશન મેળવી શકશો.