ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી 2026માં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા માટેના ફોર્મ ભરવા અંગેનું મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર થયું છે. Gujarat std 10 12 board exam date 2026 latest news
આ નોટિફિકેશન મુજબ, વિદ્યાર્થીઓ 7 નવેમ્બર 2025થી 6 ડિસેમ્બર 2025ની રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ફોર્મ ભરવાની તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆત: 7 નવેમ્બર 2025 (બપોરે 12 વાગ્યાથી)
- છેલ્લી તારીખ: 6 ડિસેમ્બર 2025 (રાત્રે 12 વાગ્યા સુધી)
- ફોર્મ ઓનલાઈન ભરાશે gseb.org વેબસાઇટ પર.
ધોરણ 10 (SSC) માટેની પરીક્ષા ફી
| પ્રકાર | ફી (રૂપિયામાં) |
|---|---|
| નિયમિત વિદ્યાર્થી | ₹425 |
| નિયમિત રિપીટર (એક વિષય) | ₹155 |
| નિયમિત રિપીટર (બે વિષય) | ₹255 |
| નિયમિત રિપીટર (ત્રણ વિષય) | ₹345 |
| નિયમિત રિપીટર (ત્રણ કરતાં વધારે વિષય) | ₹425 |
| પૂર્વક્ષ ઉમેદવાર (એક વિષય) | ₹155 |
| પૂર્વક્ષ ઉમેદવાર (બે વિષય) | ₹255 |
| પૂર્વક્ષ ઉમેદવાર (ત્રણ વિષય) | ₹345 |
| GSOS નિયમિત | ₹425 |
| GSOS રિપીટર (એક વિષય) | ₹155 |
| GSOS રિપીટર (બે વિષય) | ₹255 |
| GSOS રિપીટર (ત્રણ વિષય) | ₹345 |
| GSOS રિપીટર (ત્રણ કરતાં વધારે વિષય) | ₹425 |
ધોરણ 12 (સામાન્ય પ્રવાહ – General Stream) માટેની ફી
| પ્રકાર | ફી (રૂપિયામાં) |
|---|---|
| નિયમિત વિદ્યાર્થી | ₹480 |
| નિયમિત રિપીટર (એક વિષય) | ₹195 |
| નિયમિત રિપીટર (બે વિષય) | ₹255 |
| નિયમિત રિપીટર (ત્રણ વિષય) | ₹345 |
| નિયમિત રિપીટર (ત્રણ કરતાં વધારે વિષય) | ₹480 |
| GSOS નિયમિત | ₹480 |
| GSOS રિપીટર (એક વિષય) | ₹195 |
| GSOS રિપીટર (બે વિષય) | ₹255 |
| GSOS રિપીટર (ત્રણ વિષય) | ₹345 |
| GSOS રિપીટર (ત્રણ કરતાં વધારે વિષય) | ₹480 |
ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ – Science Stream) માટેની ફી
| પ્રકાર | ફી (રૂપિયામાં) |
|---|---|
| નિયમિત વિદ્યાર્થી | ₹525 |
| નિયમિત રિપીટર (એક વિષય) | ₹220 |
| નિયમિત રિપીટર (બે વિષય) | ₹350 |
| નિયમિત રિપીટર (ત્રણ વિષય) | ₹405 |
| નિયમિત રિપીટર (ત્રણ કરતાં વધારે વિષય) | ₹525 |
વિજ્ઞાન પ્રવાહ માટે પ્રાયોગિક વિષયની વધારાની ફી ₹130 વસૂલાશે.












