Gujarat Weather Update: ગુજરાત હવામાનને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની સંભાવનાઓ આવામાં વિભાગ દ્વારા વ્યક્તિ કરવામાં આવી છે આગામી તારીખ 31 માર્ચથી લઈને ત્રણ એપ્રિલ દરમિયાન વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે સાથે જ એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ઘણી જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે તાપી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે સાથે નર્મદામાં પણ વરસાદ પડી શકે છે ચલો તમને જણાવીએ હવામાન અંગેની મહત્વની આગાહી વિશે
હાલમાં જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો એક એપ્રિલના રોજ છોટાઉદેપુરથી લઈને નવસારી સુરત ભાવનગર ડાંગ તેમજ દાદરા નગર હવેલી જેવા શહેરોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે સાથે જ વીજળીના કડાકા સાથે પણ વરસાદ વરસી શકે છે સાથે જ હવામાન વિભાગ એ અન્ય જિલ્લાઓની પણ આગાહી કરી હતી
વધુમાં જણાવી દઈએ તો હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 2 એપ્રિલના રોજ સાબરકાંઠા તેમજ ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા સુરત નવસારી વલસાડ ડાંગ ભાવનગર સોમનાથ બોટાદ અમરેલી તાપી સહિતના શહેરોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે સાથે જ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી હતી