ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ તરીકે IAS તુષાર ધોળકિયા ની નિમણૂક IAS Tushar Dholakia appointed as Chairman gsssb IAS તુષાર ધોળકિયાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ મંડળ રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને કચેરીઓમાં વર્ગ-૩ની જગ્યાઓ ભરવા માટે જવાબદાર છે. આ વિભાગો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજી ઉમેદવારોની પસંદગી કરે છે અને નિમણૂક માટે ભલામણ કરે છે.
ગૌણ સેવા પસંદગી મંડળના મુખ્ય કાર્યો
સીધી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ રાજ્ય સરકાર હેઠળના વિભાગોમાં વર્ગ-૩ની બિનતાંત્રિક અને તાંત્રિક સંવર્ગોની જગ્યાઓ ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન અને યોગ્ય
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. શ્રી તુષાર મોહનલાલ ધોળકિયા (IAS, GJ:2009) ને ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડના (GSSSB) નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તુષાર ધોળકિયા અત્યાર સુધી નાગરિક પુરવઠાના નિયામક તેમજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં અધિક સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમના આ પ્રતિષ્ઠિત પદ પર નિમણૂકથી શ્રી કમલ દયાની (IAS)ને વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
આ બદલાવ ગુજરાત રાજ્યપાલના નામે હુકમદ્વારા અમલમાં મૂકાયો છે. આ સાથે તુષાર ધોળકિયા તેમના નવા પદ પર બોર્ડની કામગીરી સુનિશ્ચિત કરવા અને આયોજનમાં સુવ્યવસ્થિતતા લાવવા માટે જવાબદારી સંભાળશે.
ઉમેદવારોની પસંદગી.
બઢતી માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
વર્ગ-૩ના કર્મચારીઓને બઢતી આપવા માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવી અને યોગ્ય ઉમેદવારોની ભલામણ કરવી.
ખાતાકીય પરીક્ષાઓનું આયોજન
વિભાગોની અંદર વર્ગ-૩ના સંવર્ગોમાં ખાતાકીય પરીક્ષાઓનું આયોજન કરી કર્મચારીઓની કારકિર્દી વિકાસમાં સહાયરૂપ થવું.