Weather Gujarat: ઠંડી નહીં હવે ગરમી ભુક્કા બોલાવશે,અમદાવાદમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી અને પાર પહોંચ્યું

Weather Gujarat: ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડી સંપૂર્ણપણે ગાયબ થઈ ચૂકે છે અને ગરમીમાં વધારો થઈ રહ્યો છે હાલ શિયાળા અને ઉનાળાની મોસમ સાથે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદમાં પણ તાપમાનનો પારો વધ્યો છે સવારે અને રાત્રે ઠંડક અને બપોરે ગરમીનો વધુ અનુભવ થાય છે ત્યારે મિક્સ ઋતુનો અનુભવ હાલ ગુજરાતમાં લોકો કરી રહ્યા છે અમદાવાદનું લઘુતમ તાપમાન ની વાત કરીએ તો 19 ડિગ્રીને  પાર પહોંચી ગયું છે જ્યારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોંચી હોય છે આગામી સાત દિવસ હજુ પણ  ગુજરાતમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતાઓ છે હવામાન વિભાગે પણ મહત્વની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે અને ગરમીનો પારો વધે તેવી શક્યતાઓ છે 

હવામાન અમદાવાદ કેન્દ્રને ડાયરેક્ટર દાસ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ ગુજરાતનું વાતાવરણ ખૂબ જ શુષ્ક રહેશેઆગામી પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં અને મહત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં પરંતુ સવારે ઠંડી અનુભવાશે અને બપોરના સમયે તાપમાનનો પારો થોડોક વધે તેવી શક્યતાઓ છે

ગુજરાતના હાલ હવામાનની વાત કરીએ તો 24 કલાક દરમિયાન પોરબંદર 15.5 ડિગ્રી સાથે સૌથી ઠંડો જિલ્લો રહ્યો છે આ સાથે જ નલિયા પણ સૌથી ઠંડુ શહેર રહ્યું છે નળિયામાં વાત કરીએ તો 16 ડિગ્રી અને પાર પહોંચી ગયું છે તાપમાન જ્યારે રાજકોટ શહેરમાં ૧૯ ડિગ્રી ભાવનગરમાં ૧૯.૭ ડિગ્રી ગાંધીનગરમાં 17.5 ડિગ્રી અને અમદાવાદ શહેરમાં 19.2 ડિગ્રી અને આસપાસ તાપમાન રહ્યું છે સાથે મહત્તમ તાપમાન ની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment