Surat News : સુરત શહેરમાંથી લેડી ડોનની દાદાગીરી સામે આવી છે જેમાં એક કારખાનાદારને માર મારવાનો આરોપ લગાડવામાં આવ્યો છે સાથે જ તેમને સળિયાથી માથું પણ ફોડી નાખ્યું છે. ગુજરાતમાં અસામાજિક તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે તેવામાં હવે સુરતના વરાછા વિસ્તારમાં માથાભારે મહિલાનો આંતક સામે આવ્યો છે આ મહિલાનું નામ ભાવિકા વાળા છે જે ખૂબ જ માથાભારે માનવામાં આવી રહી છે મીડિયા રિપોર્ટનું માનીએ તો કારખાનાની બહાર બેસીને ગાળો ન બોલવા મુ કહેતા માથાકૂટ થઈ હતી ત્યારબાદ ભાવિકા સહિત ચાર આરોપીઓએ કારખાનેદારને માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ તેમનું માથું પણ ફોડી નાખવામાં આવ્યો હતો. ભાવિકા સામે અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિ અંગે કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે પોલીસે માથાભારે ભાવિકાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
વધુમાં જણાવી દઈએ તો સુરત શહેરમાં મહિલા દ્વારા અગાઉ ગુંડાગર્દી કરવામાં આવી હતી હાલમાં પણ ફરી એકવાર મહિલા ભાવિકા વાળા ચર્ચામાં આવી છે ભાવિકા વાળા દ્વારા આંતક મચાવવામાં આવી રહ્યો હોવાની ઘટના પણ સામે આવી છે એક કારખાનેદારને માર મારવાનો આરોપ તેમના પર લગાડવામાં આવ્યો છે સાથે તેમનું માથું પણ ફોડી નાખવામાં આવ્યું છે અગાઉ પણ ભાવિકાનો વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે હાથમાં છરો લઈને જાહેરમાં એક વ્યક્તિ પર હુમલોક કરવાનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસ એકશનમાં આવી હતી અને ત્યારબાદ તેની ધાર પકડ કરી હતી ફરી એકવાર તેમણે ધરપકડ કરવામાં આવી છે