Lucky Draw Scam:ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રો કૌભાંડ: પોલીસ રેડ પાડતા એજન્ટો અને આયોજકો તાબડતોડ ભાગ્યા

Lucky Draw Scam

Lucky Draw Scam:ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રો કૌભાંડ: પોલીસ રેડ પાડતા એજન્ટો અને આયોજકો તાબડતોડ ભાગ્યા ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રોના કૌભાંડને લઈને છેલ્લા ઘણા સમયથી ઉગ્ર ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસની તાજેતરની કાર્યવાહી દરમિયાન, રાજસ્થાનના વિરોલ વિસ્તારમાં આયોજિત લકી ડ્રોમાં પોલીસે રેડ કરતાં આયોજકો-એજન્ટો નાસી છૂટ્યા. Lucky Draw Scam

લકી ડ્રોન કૌભાંડ

આ કૌભાંડમાં રાજસ્થાન અને ગુજરાતમાં જુદા-જુદા સ્થળોએ લકી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી કરાતી હતી. 99 રૂપિયાથી લઈને 399 રૂપિયાની ટિકિટો વેચીને આકર્ષક ઇનામ જીતવાની લાલચ આપી લાખો રૂપિયાનો ખોટો વ્યવસાય કરવામાં આવી રહ્યો હતો.

આયોજકોની ચાલાકીઓ:

અશોક માળી નામના વ્યક્તિએ બનાસકાંઠામાં ગૌશાળા, અનાથ બાળકો અને શિક્ષણના નામે લકી ડ્રોની મીથ્યા વ્યૂહ રચી હતી. આ રીતે તેણે અને તેની કંપનીએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી.

પોલીસની કડક કાર્યવાહી:

પોલીસે લકી ડ્રોના કૌભાંડ સામે ચાર ગુનાઓ દાખલ કરી તપાસ શરૂ કરી છે. ભોગ બનેલાં લોકોને ફરિયાદ નોંધાવવાનું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જો તમે પણ આવા લકી ડ્રોમાં ભાગ લીધું હોય અથવા આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બન્યા હોવ તો તરત જ પોલીસ સાથે સંપર્ક સાધો. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, અને કૌભાંડનો મોટો આંકડો બહાર આવવાની શક્યતા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment