Gujarat Weather: શિયાળાની સિઝનમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે સાથે જ ચાર જિલ્લાઓમાં કરા પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા મહત્વની અપડેટ જાહેર કરવામાં આવી છે. ચાલો તમને ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે મહત્વની વિગતો આપીએ
વધુમાં આગાહી વિશે જણાવી દઈએ તો હવામાન વિભાગના ડાયરેક્ટર દાસે મહત્વની આ આગાહી કરતા જણાવ્યું હતું કે 24 કલાક દરમિયાન ગુજરાતમાં સિઝનમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે સાથે જ પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહે તેવી શક્યતાઓ છે આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે અમુક જિલ્લાઓ જેમકે સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા નર્મદા જેવા જિલ્લાઓમાં કરા પડવાની પણ શક્યતાઓ છે આ સિવાય ઓરેન્જ એલર્ટ પણ અમુક જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યું છે સાબરકાંઠા નર્મદા અને બનાસકાંઠા જિલ્લાઓમાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં પણ એડ જાહેર કરવામાં આવ્યું છે
આ સિવાય વડોદરા છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે દાદરા નગર હવેલી મહીસાગર દાહોદ પંચમહાલ તાપી નવસારી ભરૂચ તેમજ છોટા ઉદયપુર જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે