PM Kisan Yojana:13 લાખ ખેડૂતોને હવે કિસાન યોજનામાં 2000 રૂપિયા નહીં મળે, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય જાણો કેમ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઇને મોટી ખબર સામે આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે દર વર્ષે 786 કરોડ રૂપિયા અપાત્ર ખેડૂતોને કિસાન સન્માન નિધિ ના 2000 નો હપ્તો આપવામાં આવે છે, જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટી તપાસ કરવામાં આવી છે.

હાલમાં જ જાણવા મળ્યું છે કે બિહારમાં 13 લાખ ખેડૂતો અત્યાર સુધીમાં 2000 રૂપિયા નો હપ્તો ડમીમાં લઈ લીધેલ છે. હવે એ લોકોને બીજી વાર હપ્તો મળશે નહીં. રાશનકાર્ડ ધારકો સાથે આધારકાર્ડ લિંક કરવાથી આ ગડબડી પકડાઈ ગઈ છે. Pm kisan yojana bihar news 2024

બિહારમાં PM કિસાન યોજનામાં મોટો કૌભાંડ સામે આવ્યું છે

બિહારમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક મદદ ખોટા લોકો સુધી પહોંચી રહી છે. સરકારી આંકડા મુજબ, લગભગ 13 લાખ લોકો જે ખેડૂત નથી, તેમને પણ આ યોજનાનો લાભ મળી રહ્યો છે. આના કારણે સરકારને દર વર્ષે 780 કરોડ રૂપિયા જેટલું નુકસાન થઈ રહ્યું છે. આ સમસ્યાને રોકવા માટે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આવા ખોટા લાભાર્થીઓની ઓળખ કરીને તેમ પાસેથી રકમ વસૂલ કરવાનો આદેશ આપ્યો છે.

રેશનકાર્ડ ધારક ના વન-ટુ-વન મેચિંગમાં ભૂલ મળી Pm kisan yojana bihar news 2024

કૃષિ સચિવે ડીએમને જારી કરેલા પત્રમાં લખ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ પરિવારના મુખ્ય એક વ્યક્તિને જ મળવાનો છે. જન વિતરણ સિસ્ટમ નો લાભ લઇ રહેલ લોકો ના અઢાર કાર્ડ અને  રેશનકાર્ડના વન-ટુ-વન મેચિંગ પર જાણવા મળ્યું કે પરિવારમાંથી એક કરતાં વધુ વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.

રાજ્યમાં આવા 53 લાખ 10 હજાર 72 રેશનકાર્ડ ધારકો છે. આ રાશન કાર્ડ સાથે જોડાયેલા પરિવારોના 66 લાખ 59 હજાર 871 વ્યક્તિઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે. દર વર્ષે તેમના ખાતામાં બે હજાર રૂપિયા એટલે કે કુલ છ હજાર રૂપિયા ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. આ નિયમોની વિરુદ્ધ થઈ રહ્યું છે.

આ બધું છેલ્લા 17 હપ્તા આપ્યા ત્યારનું ચાલુ છે એટલે આમાં કરોડોનો કૌભાંડ થઇ ગયો છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે. ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ