Surat News: સુરત પોલીસની મોટી સફળતા મળી છે જેમાં ગેંગરેપના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર સુરતના પુણા વિસ્તારમાં પતિને બંધક બનાવીને મહિલા સાથે રેપ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ ઘટનામાં આરોપી પાસેથી 26 દિવસમાં જ તપાસ પૂર્ણ કરીને 2053 પાનાની ચાર્ટ સીટ પણ રજૂ કરવામાં આવી છે સાથે જ આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
મળતી માહિતી મુજબ સુરતના પુણા વિસ્તારમાં ગેંગરેપની ઘટના બની હતી 13 ફેબ્રુઆરી 2025 ના રોજ રાત્રિના સમયે ત્રણ યુવકો આવ્યા હતા અને તેઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને દંપોથી ઘરનો દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ યુવકો ઘરમાં ઘૂસી ગયા હતા અને પહેલા પતિને બંધક બનાવીને મહિલા અને અગાસી પરની રૂમમાં લઈ જઈ બે આરોપીઓએ વારાફરતી તેમની સાથે દુષ્કર્મ કર્યો હતો અને બાદમાં 59,000 ની લૂંટ ચલાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા
આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ભાવનગરથી આરોપી દિનેશ છોટુ રામ ખેલાડી યાદવ અને નિલેશ ઉર્ફે ગફફર ઉર્ફે બુલેટ ચ્કુરભાઈ ભીંગરાડીયા જયારે અમિત ઉર્ફે રઘુ રોકડા નરસીભાઈ વાળાને ઝડપી પાડ્યા હતા આ કેસમાં પોલીસે માત્ર 26 દિવસમાં ત્રણેય આરોપીઓની સામે સીસીટીવી ફૂટેજ ના આધારે ધરપકડ કરી છે અને તમામને જેલ હવાલે કર્યા છે