Punjab Banaskantha Road Accident News: ફોર્ચ્યુનર કાર ડિવાઇડર સાથે અથડાતાં મહિલા કોન્સ્ટેબલ સહિત 5 ગુજરાતીઓના મોત

Punjab due to dense fog 5 people Gujarat lady constable died

પંજાબમાં ગાઢ ધુમ્મસ ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે. શનિવારે સવારે બઠિંડા જિલ્લાના ગુડતડી ગામ નજીક નેશનલ હાઈવે પર ફોર્ચ્યુનર કાર ડિવાઈડર સાથે અથડાતા ગુજરાતના વાવ-થરાદ જિલ્લાના પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર આખેઆખી પલટી ખાઈને ચકનાચૂર થઈ ગઈ હતી. Punjab due to dense fog 5 people Gujarat lady constable died

માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે મુશ્કેલી બાદ કારમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

તમામ મૃતકો વાવ-થરાદ જિલ્લાના

અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો વાવ-થરાદ જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ નીચે મુજબ કરવામાં આવી છે:

  • અમિતાબહેન કરશનભાઈ રાજપૂત (રહે. રાટીલા, દિયોદર),
  • અરજણભાઈ સુબાભાઈ રાજપૂત (રહે. રાટીલા, દિયોદર),
  • ભરતભાઈ અજાભાઈ રાજપૂત (રહે. અછવાડીયા, લાખણી),
  • જનકભાઈ રાજપૂત (રહે. જેતડા, થરાદ)
  • અને સતીષ તરીકે થઈ છે.

તમામની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચે હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

મૃતક અમિતાબહેન મહિલા કોન્સ્ટેબલ

દિયોદર તાલુકાના રાટીલા ગામના અમિતાબહેન ગુજરાત પોલીસમાં લેડી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. પરિવારજનો અને ગામમાં તેમના અવસાનથી ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.

શિમલાથી પરત ફરતી વખતે અકસ્માત

બઠિંડાના એસપી નરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે તમામ લોકો ફોર્ચ્યુનર કારમાં શિમલા પ્રવાસે ગયા હતા. પરત ફરતી વખતે પંજાબમાં ભારે ધુમ્મસ હોવાના કારણે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ પૂરી રીતે ભાંગી ગયો હતો અને કોઈને બચવાની તક મળી નહોતી

Join WhatsApp

Join Now

Leave a Comment