રાજકોટમાં તંત્રનું મોત થયું ! RMC ની બેદરકારી ખુલ્લી ગટરમાં પડી જતાં નાગરિકનું મોત

રાજકોટમાં તંત્રનું મોત થયું ! RMC ની બેદરકારીએ એક પરિવારનો મોભી છીનવ્યો રાજકોટ મનપાની બેદરકારીને કારણે એક હૃદયદ્રાવક ઘટના બની છે. અખબારી એજન્ટ અને ક્ષત્રિય સમાજના અગ્રણી વનરાજસિંહ ઉદેસિંહ જાડેજાનું એક ભુગર્ભ ગટરના ખુલ્લા હોલમાં ખાબકવાના કારણે ગંભીર ઇજાઓથી મૃત્યુ નીપજ્યું છે, જેના કારણે તેમના પરિવારમાં અને અખબારી ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ છે.

ગાંધીગ્રામમાં અક્ષસ્નગર મેઇન રોડ પર રહેતા વનરાજસિંહ (ઉ.વ.60) ગત 2 તારીખની રાતે અખબાર વિતરણ પૂરો કરીને ઘરે જઈ રહ્યા હતા. વરસાદના કારણે શેરીમાં પાણી ભરાયેલા હોવાથી ગટરનું મેઇન હોલ દેખાતું નહોતું, અને તે બાઇક સાથે તેમાં ખાબક્યા. આ અકસ્માતમાં તેમને છાતીમાં ગંભીર ઈજા થઈ, અને હોસ્પિટલમાં સારવાર બાદ તેમના મૃત્યુ થયા.

ઘટનાના પીડિત પરિવારે મનપાની બેદરકારીને આ દુખદ પ્રસંગનું કારણ ગણાવીને તંત્ર સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે. ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ