Banaskantha News: અંબાજી મંદિર 70 લાખ રૂપિયા ના 100 ગ્રામ સોના ના 10 બિસ્કિટ કોઈ ચૂંદડી માં ગુપ્તદાન

અંબાજી મંદિરમાં 1 કિલો સોનાનું ગુપ્તદાન

Banaskantha Ambaji News: બનાસકાંઠા જિલ્લામાં આવેલા જગવિખ્યાત માં અંબાના મંદિરમાં અનેક ભક્તો પોતાનું નામ જાહેર કર્યાં વિના સોનાનું દાન ગુપ્તદાન કરતા હોય છે. એવામાં આજે એક અંબે માતાના ભક્તે સોનાના 100 ગ્રામના 10 બિસ્કિટ ચુંદડીમાં વીંટીને મંદિરની દાન પેટીમાં અર્પણ કર્યા હતા.

રોજ ની જેમ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંગળવારના રોજ મંદિરનો ભંડાર ખોલવામાં આવે છે. આ દરમિયાન ચૂંદડી નીકળી જેમાં 100 ગ્રામના 10સોનાના બિસ્કિટ નીકળ્યા. આ રકમ એકાઉન્ટ ઑફિસરની હાજરીમાં ગણીને માતાના ટ્રસ્ટના ચોપડે જમા લેવામાં આવે છે.

આ પણ વાંચો :

  1. રેશનકાર્ડ ધારકો માટે ગુજરાત સરકારનો સારો નિર્ણય હવે નહીં ખાવા પડે ધક્કા અને થશે રાશનકાર્ડ ધારકો ફાયદો

અંબાજી મંદિરમાં 1 કિલો સોનાનું ગુપ્તદાન

મંદિર ટ્રસ્ટે આજે દાનપેટીની ગણતરી કરતાં એક મોટો ખજાનો મળી આવ્યો. દાનપેટીમાંથી 100 ગ્રામના 10 સોનાના બિસ્કિટ મળ્યા, જેની કિંમત 70 લાખ રૂપિયાથી વધુ છે! ભક્તો દ્વારા આપવામાં આવતું આ દાન, માતાજીના મંદિરને સુવર્ણ શિખરથી શણગારવાના કાર્યને વેગ આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, માત્ર છ મહિના પહેલાં જ એક ભક્તે 200 ગ્રામ સોનું દાન કરીને આ કાર્યમાં મોટો ફાળો આપ્યો હતો.

Join WhatsApp

Join Now

Leave a Comment