ગુજરાતમાં લૂ ગરમી વધી રહી છે, IMD તરફથી નવું અપડેટ, જાણો આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે ગુજરાતમાં માર્ચ મહિનો પસાર થઈ રહ્યો છે તેમ તેમ રાજ્યનું તાપમાન પણ વધી રહ્યું છે. માર્ચ મહિના દરમિયાન જ રાજ્યના ઘણા શહેરોમાં હીટવેવ અને તીવ્ર ગરમીનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આ દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રીથી ઉપર છે. તાજેતરમાં હવામાન વિભાગે માર્ચના અંત સુધીમાં વિવિધ શહેરોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન કેવું રહેશે. The heat is increasing in Gujarat.
ગરમી વધવાની શક્યતા The heat is increasing in Gujarat.
હવામાન વિભાગ દ્વારા ગઈકાલે ગુજરાતમાં હવામાન સુકુ હતું અને રાજ્યના દરિયા કિનારાના જેવી ભાગો છે ત્યાં તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ જે બાકીના વિસ્તાર છે ત્યાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો અને રાજ્યને જે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો નીચે આવી રહ્યા છે તે પ્રમાણે હવામાન આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યનું તાપમાન માં કોઈ મોટા ફેરફાર થઈ શકે તેમ લાગતું નથી હવે તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધારો થવાની સંભાવના છે, ૨૦ થી ૨૩ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં ગરમ અને ભેજવાળો પવન આવવાની સંભાવના છે.
શું સોનાનો ભાવ 1 લાખ રૂપિયા સુધી પહોંચશે, ભાવ આટલા વધી રહ્યા છે કેમ?
આગામી 7 દિવસમાં હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સાત દિવસમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે પ્રમાણે તમને જણાવી દઈએ કે 20 થી 26 માર્ચ સુધી ગુજરાતમાં સૂકું હવામાન રહેશે અને તાપમાનમાં વધારે ફેરફાર જોવા નહીં મળે તેથી રાજ્યમાં ૨૦ થી ૩૮ ડિગ્રી વચ્ચેની તાપમાન રહેવાની ધારણા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતમાં ભુજમાં ૩૭ ડિગ્રી, અમરેલીમાં ૩૮, ભાવનગરમાં ૩૬, દ્વારકામાં ૩૨, ઓખામાં ૩૧, પોરબંદરમાં ૩૭, રાજકોટમાં ૩૯, વેરાવળમાં ૩૬, અમદાવાદમાં ૩૭, ડીસામાં ૩૭, ગાંધીનગરમાં ૩૭, વડોદરામાં ૩૮ અને સુરતમાં ૩૭ ડિગ્રી તાપમાન રહેશે.