Weather today: રાજ્યમાં ગરબી વધી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ વધી શકે છે પરંતુ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વહેલી સવારે ઠંડી અનુભવાઈ રહી છે રાત્રે પણ થોડી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ગુજરાતના આઠ જિલ્લામાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી ગયું છે રાજકોટમાં સૌથી વધુ તાપમાન એટલે કે 39.3° નોંધાયું હતું રાજ્યમાં ગરમીનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે સાથે જ ગરમીનો અહેસાસ વધુ લોકો કરી રહ્યા છે
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું : Weather today
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો વધુ વધી શકે છે ત્યારે અમદાવાદમાં 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં 38.4 ડિગ્રી તાપમાન જ્યારે અમરેલીમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે નલિયામાં 35.2 ડિગ્રી તાપમાન અને સુરતમાં 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો વધુ વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
આ જિલ્લામાં હિટવેવની આગાહી
હિટવેવની આગાહી અંગે વાત કરીએ તો ગુજરાતના અમુક જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે જેમ કે રાજકોટમાં ગરમી વધી શકે છે આ સાથે જ કચ્છ બનાસકાંઠા અમરેલી ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે