મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અકસ્માત પીડિતોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અને સહાય આપી

Tributes and support to Morari Bapu

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અકસ્માત પીડિતોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય મહારાષ્ટ્રમાં ગોંદિયા નજીક ખજરી ગામે થયેલા એક દુર્ઘટનામાં મહારાષ્ટ્ર પરિવહનની બસ બાઈક સવારને બચાવવાની કોશિશમાં પલટાઈ ગઈ હતી. આ કરુણ ઘટનામાં 15 લોકોનાં મરણ થયાં હતાં. Tributes and support to Morari Bapu

તે ઉપરાંત, ગુજરાતમાં સેલવાસ નજીક થયેલા એક અન્ય અકસ્માતમાં સુરતના ચાર યુવાનોના મૃત્યુ થયાં હતાં. આ રીતે બંને રાજ્યમાં વિવિધ અકસ્માતોમાં કુલ 19 લોકોનાં કરુણ મોત થયા છે.

પૂજ્ય મોરારિબાપુએ આ ઘટનાથી વ્યથિત થતાં મૃતકોના પરિવારજનો માટે રૂપિયા 15,000 પ્રતિ વ્યક્તિ પ્રમાણે કુલ રૂપિયા 2,85,000ની સહાયતા અર્પણ કરી છે. આ સહાયતા મુંબઈ સ્થિત રામકથા શ્રોતા પ્રવીણભાઈ તશા અને તેમના સાથીદારો તેમજ નવસારી સ્થિત રામકથા શ્રોતા પરગનેશ પટેલના સહકારથી પીડિત પરિવારજનો સુધી પહોંચાડવામાં આવશે.

મોરારિબાપુએ તમામ મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી છે અને દુખી પરિવારો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment