યુનિ.એ B.Sc. સેમ-6 ના બાકી રહેલા વિદ્યાર્થીઓના પરિણામો જાહેર કર્યા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએસસી સેમેસ્ટર-6 ની પરીક્ષાના 20થી 30 વિદ્યાર્થીઓના પરિણામો અગાઉ જાહેર કરી શકાયા ન હતા. આ વિદ્યાર્થીઓના પરિણામો “વિથ હેલ્ડ” રાખવામાં આવ્યા હતા, કારણ કે તેઓની જરૂરી માહિતી યુનિવર્સિટીને મળી ન હતી. Uni. B.Sc. Sem-6 results declared
વિદ્યાર્થીઓની રજૂઆતોના આધારે અને જરૂરી માહિતી પ્રાપ્ત થયા બાદ યુનિવર્સિટીએ આ પરિણામોની ચકાસણી કરીને હવે તેને જાહેર કર્યા છે.
યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલભાઈ દેલીયાએ જણાવ્યું હતું કે, પરિણામ જાહેર કરતી વખતે કેટલાક વિદ્યાર્થીઓની અગત્યની વિગતોના અભાવને કારણે આ પરિણામો વિથ હેલ્ડ રાખવામાં આવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યોગ્ય માહિતી મળ્યા પછી પરીક્ષા વિભાગ દ્વારા આ પરિણામોની ખામી દૂર કરીને તેને જાહેર કરવામાં આવે છે.
યુનિ.ના જણાવ્યા અનુસાર, પરિણામ પ્રક્રિયાને વધુ ચોકસાઈ અને સુદ્રઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓબ્ઝર્વર અને મૂલ્યાંકન કન્વીનરને માર્ગદર્શનમાં સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે છે કે પરીક્ષા કેન્દ્ર પર મળતી તમામ પુરવઠાની યોગ્ય રીતે ચકાસણી થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ પ્રક્રીયામાં સુધારા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વિશ્વવિદ્યાલયે પરીક્ષા પ્રક્રિયામાં ચુસ્તતા જાળવવા માટે તકેદારી રાખવા પણ તમામ કેન્દ્રો અને કર્મચારીઓને સૂચના આપી છે.