ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે – કચ્છમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન, આ તારીખે મેઘરાજા ધોધમાર વરસશે

varsad ni agahi today live gujarat

રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામવાનો છે. ખાસ કરીને કચ્છ વિસ્તારમાં દરિયાની સપાટીથી અંદાજે 3.1 કિલોમીટરની ઊંચાઈએ અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તેની અસરથી આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. varsad ni agahi today live gujarat

સુરત, પોરબંદર, દીવ, અમરેલી અને કચ્છમાં વરસાદનું જોર અન્ય વિસ્તારો કરતા વધુ રહે તેવી આગાહી છે. ખાસ કરીને 17મી તારીખે મેઘરાજા ધોધમાર વરસશે એવી શક્યતા છે.

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવતીકાલે બંગાળની ખાડીના નોર્થ વેસ્ટ અને વેસ્ટ સેન્ટ્રલ વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાશે. બે દિવસમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને તેના પ્રભાવથી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડશે.

હાલમાં જ દરિયામાં તેની અસર દેખાવા લાગી છે બંગાળની ખાડીમાં કરંટ જોવા મળી રહ્યો છે, જ્યારે કચ્છ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં પણ સાઇક્લોનિક સર્ક્યુલેશનથી અરબી સમુદ્રમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યા છે.

પવનની ઝડપ પ્રતિ કલાક 50–60 કિમી સુધી પહોંચી ગઈ છે, જ્યારે કેટલાક તબક્કામાં તે વધીને 65 કિમી સુધી પહોંચી શકે છે.

ઉત્તર ભારતમાં પણ ભારે વરસાદનું એલર્ટ

આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કચ્છ અને બંગાળની ખાડીની આ સિસ્ટમના કારણે ઉતરાખંડ, જમ્મુ-કશ્મીર, આંદામાન-નિકોબાર, કોકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં પણ ભારે થી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર થયું છે.

જમ્મુ-કશ્મીરમાં આજે સવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય જોવા મળ્યું છે, જેનો છેડો પાકિસ્તાન સુધી ફેલાયો છે. આ સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોડાયેલું છે, જેના કારણે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બનશે.

Join WhatsApp

Join Now

Leave a Comment