બનાસકાંઠા ન્યૂઝ: વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરીની સ્થાપના, દેશી પશુપાલકો માટે આશાજનક પહેલ બનાસકાંઠા જિલ્લાનો ભાભર તાલુકાનો અબાલા ગામ આજે પ્રેરણાનું કેન્દ્ર બની ગયું છે, ઉદઘાટન સમારંભમાં શંકરભાઈ ચૌધરી અને ડો. વલ્લભભાઈ કથેરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિએ જ્યાં આયુર્વેદની પ્રાચીન માન્યતાઓને આધારે વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરી સ્થાપિત કરવામાં આવી છે. “ધેનુપ્રસાદ એગ્રોવત” નામના આ પ્રોજેક્ટને 7 વર્ષ પહેલાં શ્યામ પુરોહિતે નાંખ્યું હતું. ગાય પ્રત્યેની અપાર ભક્તિ અને કૃષિમાં નવી દિશા આપવાની ઈચ્છાથી પ્રેરિત આ ડેરી હવે દરરોજ 1000 લીટર ગૌમૂત્રની ખરીદી કરે છે, જે 700થી વધુ પશુપાલકો માટે કમાણીનો નવો સ્ત્રોત બની છે. World’s first Gomutra Dairy in Banaskantha
ગૌમૂત્રથી પ્રારંભ થી સિદ્ધિ સુધીની યાત્રા World’s first Gomutra Dairy in Banaskantha
આ ડેરી દર મહિને આશરે 20,000 લિટર ગૌમૂત્ર સંકલિત કરે છે અને પશુપાલકોને 5 રૂપિયા પ્રતિ લીટર ચૂકવે છે. આ પગલું અનેક ખેડૂત પરિવારો માટે આર્થિક સહાય પૂરું પાડે છે. પશુપાલકો માટે આ પહેલ દૂધ, છાણ અને ગૌમૂત્રથી કમાણીના નવું દ્વાર ખોલે છે.
ઓર્ગેનિક ખેતી અને આયુર્વેદમાં ઉપયોગ
ડેરી સંશોધન વિભાગના વડા ભાવેશ પુરોહિત જણાવે છે કે ગૌમૂત્રને વિવિધ આઇટમ્સમાં પ્રોસેસ કરવામાં આવે છે, જેમાં જૈવિક ખાતર, જંતુનાશક અને આયુર્વેદિક દવાઓનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ વેચાય છે, જે ઓર્ગેનિક ખેતીને વધુ ટેકો આપે છે.
ખેડૂતોના જીવનમાં પરિવર્તન
ભાભર તાલુકાના સિસોદ્રા ગામની ગૌપાલક મહિલાએ જણાવ્યું કે તેઓ હવે દૂધ ઉપરાંત ગૌમૂત્ર વેચીને નાણાકીય રીતે વધુ સશક્ત બને છે. ઓર્ગેનિક ખાતર દ્વારા ખેતીની ઉપજમાં વધારો થયો છે, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણાનું મિસાલ બને છે.