અમદાવાદ મેટ્રોમાં યુવકે મહિલાઓ સામે હસ્તમૈથુન કર્યું : આઘાતજનક વીડિયો સામે આવ્યો અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં યુવાન દ્વારા જાહેરમાં અશ્લીલ હરકત કરવાનું કિસ્સું પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. વસ્ત્રાપુર પોલીસને મળેલી માહિતી અનુસાર, એક યુવક મેટ્રોમાં હસ્તમૈથુન કરી રહ્યો હતો, જેને જોયા બાદ આસપાસના મુસાફરોએ તેને ટકોર કરી હતી. તેમ છતાં, આ યુવકે પોતાની હરકત બંધ કરી નહોતી. Young man masturbated in front of woman in Ahmedabad Metro
આ ઘટનાનો વીડિયો એક યુવાને ભીડમાંથી જ કેમેરામાં કેદ કર્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો. દિવ્ય ભાસ્કર દ્વારા આ અહેવાલ પ્રકાશિત થયા બાદ મેટ્રો સિક્યુરિટી સ્ટાફે તાત્કાલિક પગલાં લીધાં. યુવકને દૂરદર્શન મેટ્રો સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યો છે, અને હાલ પોલીસ આ ઘટનામાં આગળની કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.
અમદાવાદ મેટ્રોમાં લજવાઈ નારી સુરક્ષા-સંવેદનશીલતા; યુવકે મહિલાઓ સામે હસ્તમૈથુન કરી વિકૃતિની હદ વટાવી, ટોક્યા પછી પણ ના અટક્યો; #AhmedabadMetro #MetroTrain #WomenSafety@MetroGMRC@DrPrashantBhim1@myrjarchanajani pic.twitter.com/5B2yu8Ik5w
— Gujarat Square News (@gujaratsquare) November 28, 2024
જાહેર હરકતો સામે સ્પષ્ટ અવાજની જરૂર
ડો. મોના દેસાઈ, જાણીતા ડોક્ટર, આ કિસ્સા પર પ્રતિક્રિયા આપતા જણાવે છે કે, “જ્યારે આ પ્રકારની ઘટનાઓ થાય છે, ત્યારે નજીકના લોકો તાત્કાલિક અવાજ ઊઠાવવો જોઈએ. સમાજમાં આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી જરૂરિયાત છે.”
કાજલ ઓઝા-વૈદ્ય, પ્રખ્યાત કટાર લેખક અને મોટિવેશનલ સ્પીકરે જણાવ્યું કે, “આવી ઘટનાઓ માત્ર મેટ્રોમાં જ નહીં, પરંતુ અન્ય જાહેર સ્થળોએ પણ બને છે. તેનાથી મહિલાઓ ઘણી વખત ખચકાટ અનુભવે છે. આવા લોકો સામે જાહેરમાં પગલાં લેવાં જોઈએ અને જરૂરી હોય તો તેમની માનસિક સારવાર પણ કરાવવી જોઈએ.”
મનોવિજ્ઞાનમાં ‘એક્ઝિબિશનિઝમ’ના કિસ્સાઓ વધ્યા છે
સિનિયર સાઇકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીના જણાવ્યા અનુસાર, “આવાં વર્તન એ ‘એક્ઝિબિશનિઝમ’ નામના મનોવૈજ્ઞાનિક વિકારનું પરિણામ હોઈ શકે છે. આવા લોકો જાહેરમાં આક્રોતિક વર્તનથી આત્મસંતોષ મેળવે છે. આ માનસિક બીમારી છે, જેના માટે યોગ્ય સારવાર જરૂરી છે.”