ગાંધીનગરમાં 31 ડિસેમ્બર સુધીમાં તમામ 16,000 વડીલોને વય વંદના કાર્ડ અપાશે

ગાંધીનગરમાં 31 ડિસેમ્બર સુધીમાં તમામ 16,000 વડીલોને વય વંદના કાર્ડ અપાશે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રયાસોથી 70 વર્ષથી વધુ વયના તમામ વડીલો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વય વંદના કાર્ડ વિતરણનું વિશાળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના વડીલોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના ધ્યેય સાથે અમલમાં આવી છે. 16,000 Vaya Vandana card will be given in Gandhinagar

વય વંદના કાર્ડ આજ સુધીના આંકડા

ગાંધીનગર મહાનગરપાલિકામાં નોંધાયેલા 16,000થી વધુ વડીલોમાંથી 12,000 વડીલોને તેમના કાર્ડ પહેલેથી જ મળ્યા છે. અત્યાર સુધીમાં 7,000 નવું કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે અગાઉથી PMJAY કાર્ડ ધરાવતા 5,000 વડીલોને ફરીથી કાર્ડ કઢાવવાની જરૂર નથી. બાકી રહેલા 5,000 લાભાર્થીઓ માટે 31 ડિસેમ્બર 2024 સુધીમાં કાર્ડ વિતરણ પૂર્ણ કરવાનો મક્કમ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વય વંદના કાર્ડ કેમ્પનો આયોજન અને વિતરણ પ્રક્રિયા

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલની આગેવાનીમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સેક્ટર, ગ્રામ્ય વિસ્તારો અને સોસાયટી વિસ્તારોમાં ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પો દ્વારા વડીલોને સરળતાથી વય વંદના કાર્ડ મેળવવા માટે સુવિધાઓ આપવામાં આવે છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો