વિસત સર્કલથી ઝુંડાલ સુધીનો 3.5 કિમી રોડ 79 કરોડના ખર્ચે આઈકોનિક બનાવાશે,

3.5 km long road from Visat Circle to Jhundal

વિસત સર્કલથી ઝુંડાલ સુધીનો 3.5 કિમી લાંબો રસ્તો રૂ. 79 કરોડના ખર્ચે આઈકોનિક બનાવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આ રોડ પર BRTS કોરિડોરની બંને બાજુ નવી 6 લેનનો રોડ અને આકર્ષક ફૂટપાથ બનાવશે. સાથે જ ફૂડ સ્ટોલ, સાઈકલ ટ્રેક, પ્લાન્ટેશન, ગ્રીન વોક-વે, અને મનોરંજન વિસ્તારોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. 3.5 km long road from Visat Circle to Jhundal

પ્રોજેક્ટના મુખ્ય ફીચર્સ:

  • સાઈકલ ટ્રેક: રોડની બંને બાજુ સાઈકલ ચાલકો માટે અલગ ટ્રેક.
    સર્વિસ રોડ: 5 મીટર પહોળા સર્વિસ રોડ.
    ઓનસ્ટ્રીટ પાર્કિંગ: વાહનચાલકો માટે પાર્કિંગની સુવિધા.
    ગ્રિન વોકવે: 2 મીટર પહોળા પ્લાન્ટેશન સાથેના પાથ.
    મનોરંજન ઝોન: ફૂડ કિયોસ્ક, ચાર્જિંગ પોઈન્ટ, બેઠક વ્યવસ્થા, સ્કલ્પચર્સ, અને લેન્ડસ્કેપિંગ.
    આધુનિક બસ સ્ટોપ: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે સુવિધાઓ સાથે.
    લાઇટિંગ: થીમ લાઇટિંગ અને મોર્ડન સ્ટ્રીટલાઇટ્સ.

AMCના અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે રીજીયનલ ક્વોરીમાંથી ગુણવત્તાયુક્ત મટીરિયલનો ઉપયોગ થશે. 3.5 કિમીના આ રસ્તા માટે આટલો ખર્ચ યોગ્ય છે, કેમ કે ફૂટપાથ, ગાર્ડન, અને પ્રિકાસ્ટ સ્ટ્રક્ચર્સ જેવી સુવિધાઓ પ્રોજેક્ટના ખર્ચને વધારશે.

Join WhatsApp

Join Now

Leave a Comment