અમદાવાદમાં બાયોમેટ્રિક સિસ્ટમમાં વારંવાર થતા સર્વર-ડાઉનથી ઉભી થતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે હવે મોબાઇલ એપ્લિકેશન આધારિત રાશન વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. Ahmedabad launched mobile application ration distribution
નવી વ્યવસ્થા હેઠળ રાશન ડીલર લાભાર્થીનું નામ અને આપવામાં આવેલા અનાજનો જથ્થો સીધો ઓનલાઈન નોંધે છે. પરિણામે પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને ટ્રાન્ઝેક્શન ફેલ થવાની સમસ્યામાં ઘટાડો થવાની શક્યતા છે.
હાલ આ સિસ્ટમને સાબરમતી ઝોનમાં એક મહિના માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવી છે. આ દરમિયાન જૂની બાયોમેટ્રિક અને સર્વર આધારિત વ્યવસ્થા પણ સાથે ચાલુ રાખવામાં આવી છે, જેથી કોઈપણ લાભાર્થીને રાશન મેળવવામાં અડચણ ન આવે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં આશરે 3.5 લાખ રેશનકાર્ડ ધારકો છે, જે લગભગ 12 લાખ લોકો માટે જીવનાધાર સમાન છે. નવી એપ આધારિત વ્યવસ્થાનો મુખ્ય હેતુ રાશન વિતરણને વધુ સરળ, ઝડપી અને વિશ્વસનીય બનાવવાનો છે.













