ગુજરાતમાં નકલી નોટ છાપવાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ : 2 કરોડની નકલી નોટ પકડાઈ

big fake note scam ahmedabad

અમદાવાદ, શહેરમાં નકલી નોટોના મોટા ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરીને ‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન’ સાથે જોડાયેલા મુખ્ય આરોપી સહિત કુલ 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. big fake note scam ahmedabad

મળેલી માહિતી મુજબ, સુરતથી નકલી નોટો અમદાવાદ લાવવામાં આવી રહી હતી. આ બાતમીના આધારે અમરાઈવાડી વિસ્તારમાં પોલીસ દ્વારા વોચ ગોઠવાઈ હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર રોકી તપાસ કરતાં અંદાજે ₹2.10 કરોડની નકલી ₹500ની નોટો મળી આવી હતી. કાર પર ‘Government of India’ અને ‘Ayush Ministry’ લખાણ લખાયેલું હતું, જે પોલીસને ભ્રમિત કરવા માટે વપરાતું હતું.

આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું કે આ નકલી નોટોનું નેટવર્ક સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામમાં આવેલા આશ્રમમાંથી સંચાલિત થતું હતું. ક્રાઇમ બ્રાન્ચે ત્યાં દરોડા પાડી વધુ ₹80 લાખની નકલી નોટો, પ્રિન્ટિંગ મશીનો અને અન્ય સામગ્રી કબ્જે કરી છે.

પોલીસે જણાવ્યું કે આરોપીઓ બજારમાં નોટો ફેલાવવા માટે આકર્ષક ઓફર આપતા હતા. તેઓ ₹500ની અસલ નોટ સામે ₹1500ની નકલી નોટ આપતા હતા અને એજન્ટો દ્વારા નેટવર્ક વિસ્તૃત કરવાની યોજના બનાવી રહ્યા હતા.

આ કેસમાં પોલીસ દ્વારા કુલ 40,000થી વધુ નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. હાલ વધુ તપાસ હાથ ધરાઈ રહી છે કે આ રેકેટના તાર અન્ય રાજ્યો સુધી જોડાયેલા છે કે નહીં અને અગાઉ કોઈ નકલી નોટો બજારમાં પહોંચી છે કે નહીં.

આ કામગીરીથી રાજ્યમાં નકલી નોટોના મોટા આંતરરાજ્ય રેકેટ અંગે મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment